અયોધ્યા મુલાકાત દરમિયાન આ કોને ત્યાં ચા પીવા પહોંચ્યા PM Narendra Modi?
અયોધ્યાઃ આજે Prime Minister Narendra Modi અયોધ્યાની મુલાકાતે છે અને પીએમ મોદી પોતાની આ મુલાકાત દરમિયાન અયોધ્યા ધામ રેલવે સ્ટેશન, એરપોર્ટ વગેરેનું ઉદ્ઘાન કર્યું છે. આ સિવાય તેમણે બે અમૃત ભારત અને છ નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી દેખાડી હતી. પરંતુ આ બધા વચ્ચે પીએમ મોદીએ કંઈક એવું કર્યું હતું કે જેની ચર્ચા ચોરેને ચોટે થઈ રહી છે.
વાત જાણે એમ છે પોતાની આ વિઝીટ દરમિયાન પીએમ મોદી અચાનક એક દલિત મહિલાને ઘરે પહોંચી ગયા અને ત્યાં તેમણે ચા પણ પીધી હતી. જી હા, અયોધ્યાના ટેઢી બજાર વિસ્તારમાં રહેતી ઉજ્જ્વલા યોજનાની દસ કરોડમી લાભાર્થી મીરા માંઝીના ઘરે પહોંચી ગયા હતા. ત્યાં તેઓ થોડી વાર રોકાયા હતા અને પીએમ મોદીએ મીરા સહિત તેમના પરિવારના અન્ય સદસ્યો અને બાળકો સાથે વાત-ચીત પણ કરી હતી.
પીએમ મોદીને પોતાને ઘરે આવેલા જોઈને મીરા એકદમ ખુશ થઈ ગઈ હતી અને તેણે કહ્યું કે મારા ઘરે તો ભગવાન આવ્યા છે. મીરાને નહોતી ખબર કે તેના ઘરે પીએમ નરેન્દ્ર મોદી આવવાના છે. તેને માત્ર એટલી જ જાણ કરવામાં આવી હતી કે એક કલાક પછી તેના ઘરે કોઈ મોટા નેતા આવવાના છે. પરંતુ સાક્ષાત પીએમ મોદીને પોતાના આંગણે આવેલા જોઈને મીરા અને આસપાસના લોકો પણ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મીરાને પૂછ્યું કે શું બનાવ્યું છે? જેના જવાબમાં મીરાએ કહ્યું કે ચા બનાવી છે કે તરત જ પીએમ મોદીએ કહ્યું કે તો પીવડાવો ચા. ચાય પીતા પીતા જ પીએમ મોદીએ કહ્યું ચા મીઠી બનાવી દીધી છે.
પીએમ મોદી મીરા માંઝીના ઘરે પહોંચ્યા ત્યારે તેમને જોવા, તેમને મળવા, તેમની સાથે ફોટો ક્લિક કરાવવા અને ઓટોગ્રાફ મેળવવા લોકોની લાઈન લાગી હઈ હતી. પીએમ મોદીએ પણ અનેક લોકો સાથે સેલ્ફી ક્લિક કર્યા હતા તો અનેક લોકોને ઓટોગ્રાફ પણ આપ્યા હતા.