આમચી મુંબઈમહારાષ્ટ્ર

Maharashtra Accident : “સંભાળીને જજો” માંએ બંને સંતાનો કહ્યું અને થોડા સમયમાં તેમનાં મૃત્યુંના સમાચાર આવ્યા

નાગપુર: મહારાષ્ટ્રના નાગપુરમાં ભાઈ-બહેનનું રોડ અકસ્માતમાં મૃત્યું થતાં તેમના પરિવાર પર દુઃખનો પહાડ તૂડી પડ્યો છે. નાગપુરમાં જયદુર્ગાનગર પરિસરમાં રહેતા આ ભાઈ બહેન સાઇકલ લઈને નીકળ્યા હતા, ત્યાં તેમની મમ્મીએ બંનેને સંભાળીને જજો એવું કહ્યું હતું. પણ આ ભાઈ-બહેનનું મૃત્યું થયાના સમાચાર આવતા પરિવાર અને આખા વિસ્તારમાં શોક પસરી ગયો છે.

સાઇકલ લઈને નીકળેલા આ ભાઈ-બહેનનું અકસ્માત થતાં તેમનું મૃત્યું થયું હતું. મળેલી માહિતી મુજબ આ દુર્ઘટના એક દિવસ પહેલા તેમની નાની દીકરીનું પણ અકસ્માત થતાં મૃત્યું થયું હતું. નાની દીકરીની મોતના બીજા જ દિવસે તેમના બીજા બે સંતાનોને પણ ગુમાવતાં માં બાપ બંનેને મોટો આઘાત લગતા તેઓ તૂટી પડ્યા છે.

આ ઘટના વિશે માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે આ કુટુંબ યુપીના કાનપુરથી નાગપુર આવ્યા હતા. તેઓ મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેમને ચાર બાળકો હતા, જેમાંથી મોટી દીકરીના લગ્ન થઈ ગયા છે. એક દીકરો કામ કરે છે. ત્યારબાદ 18 વર્ષની અંજલિ કૉલેજમાં ભણવાની સાથે સાથે કામ પણ કરતી હતી, અને સૌથી નાનો દીકરો ભણતો હતો. આ ચારેય ભાઈ બહેનોમાંથી ત્રણમાં મૃત્યું થતાં હતા. આ દરેક સંતાનો કુટુંબના આર્થિક કાર્યભારમાં મદદ કરતાં હતા, જેથી પરિવારનું ગુજરાન ચાલતું હતું.

પોલીસે વધુમાં જણાવ્યું હતી કે રોજની જેમ શુક્રવારે પણ આ બંને ભાઈ બહેન સાઈલક લઈને ઘરેથી નીકળ્યા હતા, અને થોડે દૂર જતાં એક ડંપરે તેમને કચડયા હતા, જેમાં તેમનું ઘણું લોહી વહી જતાં જગ્યા પર જ મૃત્યું થયું હતું. આ ભાઈ બહેનના મૃતદેહ પર સાંજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો, એવી માહિતી પોલીસે આપી હતી.

પરિવારની ગુજરાન ચલાવતા સંતાનોને ગુમાવતાં નાગપુરમાં રહેતા સૈની કુટુંબની આર્થિક પરિસ્થિતિ કથડી ગઈ છે. આ પરિવારને આર્થિક સહાય આપવાની માગણી અહીંના એક સ્થાનિક નેતા એ કરી હતી. તેમણે કહ્યું કે આ વિસ્તારમાં ભારે વાહનો બે ફામ દોડે છે, જેથી અકસ્માતમાં વધારો થઈ રહ્યો છે. પોલીસ દ્વારા સવાર અને સાંજે ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવો જોઈએ એવી અપીલ પણ કરી હતી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button