મનોરંજન

Bollywood 2023: સતીશ કૌશિકથી લઈને ગુફી પેન્ટલ જાણો બીજા કયા કલાકારોએ આ વર્ષે દુનિ યાને અલવિદા કહી દીધું…

મુંબઈ: આ વર્ષ ઘણા લોકો માટે ખુશીની ભેટ લઈને આવ્યું છે. કેટલાક લોકોના જીવનમાં દુ:ખનો વરસાદ વરસ્યો હતો. 2023 બોલિવૂડ અને ટીવી જગત માટે પણ ભારે હતું. આ વર્ષે ઘણા જાણીતા સ્ટાર્સે દુનિયાને અલવિદા કહી દીધું જેમાં કેટલાક એવા સ્ટાર્સ હતા કે જેમના અચાનક નિધનથીના ઘટનાએ બધાને ચોંકાવી દીધા હતા. તો ચાલો તમને આજે એ સ્ટાર્સ વિશે જેમણે આ વર્ષે દુનિયાને અલવિદા કહી દીધું.

સતીશ કૌશિક – આ વર્ષે 8 માર્ચના રોજ સતીશ કૌશિકે 66 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું. સતીશના મૃત્યુનું કારણ અચાનક કાર્ડિયાક અરેસ્ટ હોવાનું કહેવાય છે. સતીશનું ફિલ્મી કરિયર ખૂબ જ શાનદાર હતું. તેણે ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો. આ સાથે તેણે ઘણી ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું. અભિનેતા ‘મોહબ્બત’, ‘જલવા’, ‘રામ લખન’, ‘હમ આપકે દિલ મેં રહેતે હૈ’, ‘ચલ મેરે ભાઈ’ અને ‘મિસ્ટર ઈન્ડિયા’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.


નિતેશ પાંડે –  23 મેના રોજ પ્રખ્યાત અભિનેતા નિતેશ પાંડેનું 51 વર્ષની વયે અવસાન થયું હતું. તેમની અભિનય કારકિર્દીમાં, તેણે ઘણી ટેલિવિઝન સિરિયલો અને બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું. તે છેલ્લે ‘અનુપમા’ શોમાં જોવા મળ્યો હતો.


વૈભવી ઉપાધ્યાય –   23 મેના રોજ સારાભાઈ વર્સેસ સારાભાઈ ફેમ વૈભવી ઉપાધ્યાયનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. માત્ર 38 વર્ષની વયે વૈભવીના નિધનના સમાચારે બધાને ચોંકાવી દીધા હતા. વૈભવી તેમની કારમાં તેના મંગેતર સાથે હિમાચલ પ્રદેશની તીર્થન ખીણની મુલાકાતે જતી હતી. તે જ સમયે તેની કારે કાબુ ગુમાવ્યો અને 50 ફૂટ ઊંડી ખાઈમાં પડી હતી.


દિનેશ ફડનીસ – CIDમાં ફ્રેડરિક્સનું પાત્ર ભજવીને દિનેશ ફડનીસ પ્રખ્યાત થયા હતા. મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોર થવાને કારણે 5 ડિસેમ્બરે તેમનું અવસાન થયું હતું. તેઓ માત્ર 57 વર્ષના હતા. 


જુનિયર મહમૂદ – જુનિયર મહમૂદ ઘણા વર્ષોથી કેન્સર સામે લડી રહ્યો હતો. તેમનું કેન્સર છેલ્લા સ્ટેજ પર પહોંચી ગયું હતું. કેન્સર સામે લડતા લડતા 8 ડિસેમ્બરે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.


નીતિન દેસાઈ – પ્રખ્યાત આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈએ 2 ઓગસ્ટના રોજ એનડી સ્ટુડિયોમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. અહેવાલો અનુસાર નીતિને કરોડો રૂપિયાની લોન લીધી હતી અને તે ચૂકવી શકતા નહોતા. આથી કંટાળીને તેમણે આત્મહત્યા કરી લીધી હતી.


આકાંક્ષા દુબે – ભોજપુરી સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી આકાંક્ષા દુબેએ 30 માર્ચની રાત્રે વારાણસીની એક હોટલમાં આત્મહત્યા કરી લીધી હતી. અભિનેત્રી ભોજપુરી અભિનેતા સમર સિંહના પ્રેમમાં હતી. આકાંક્ષાની માતાનો આરોપ છે કે સમરના કારણે તેની પુત્રીએ પોતાનો જીવ આપ્યો. જે બાદ સમર સિંહની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે તપાસ ચાલી રહી છે.


આદિત્ય સિંહ રાજપૂત – સ્પ્લિટ્સવિલા ફેમ આદિત્ય સિંહ રાજપૂત 32 વર્ષનો હતો. 23મેના રોજ તે પોતાના ઘરના બાથરૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. 


રિયો કાપડિયા – શાહરૂખ ખાનની ફિલ્મ ચક દે ઈન્ડિયામાં જોવા મળેલા રિયો કાપડિયાએ પણ આ વર્ષે આ દુનિયા છોડી દીધી. રિયો કાપડિયાનું 14 સપ્ટેમ્બર 2023ના રોજ અવસાન થયું હતું. ‘દિલ ચાહતા હૈ’ માં પણ રિયો કાપડિયાએ કામ કર્યું હતું. ગયા વર્ષે તેમને કેન્સર હોવાનું નિદાન થયું હતું. બોલિવૂડમાં તેણે આમિર ખાન, શાહરૂખ ખાન અને રાની મુખર્જી જેવા ઘણા મોટા કલાકારો સાથે કામ કર્યું.


ગૂફી પેન્ટલ – ગૂફી પેન્ટલે ‘મહાભારત’માં શકુનીનું પાત્ર ભજવીને લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી હતી. અભિનેતા ગૂફી પેન્ટલે 5 જૂન 2023 ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. તેમની ઉંમર 78 વર્ષની હતી. તેમનું મૃત્યુ સ્વાસ્થ્ય સમસ્યાઓ અને હૃદય બંધ થઇ જવાના કારણે થયું હતું.


શાહનવાઝ પ્રધાન – ‘મિર્ઝાપુર’ ફેમ શાહનવાઝ પ્રધાનના ચાહકો માટે આ વર્ષ ખૂબ જ દુઃખદ રહ્યું. 18 ફેબ્રુઆરીએ 56 વર્ષની વયે હાર્ટ એટેકથી તેમનું અવસાન થયું હતુ.


અખિલ મિશ્રા – અખિલ મિશ્રા ‘3 ઈડિયટ્સ’માં લાઈબ્રેરિયન દુબેની ભૂમિકા ભજવવા માટે જાણીતા હતા. 21 સપ્ટેમ્બરના રોજ અખિલ રસોડામાં કામ કરતી વખતે પડી ગયા ત્યારબાદ તેઓ સાજા થા જ નહિ અને તેમનું મૃત્યુ થયું હતું.  
પામેલા ચોપરા – ભારતીય સિનેમાના દિગ્દર્શક યશ ચોપરાની પત્ની પામેલા ચોપરાએ 20 એપ્રિલે અંતિમ શ્વાસ લીધા હતા. તે સમયે તેઓ 74 વર્ષના હતા.
જાવેદ ખાન અમરોહી – બોલિવૂડમાં પોતાની અભિનય કૌશલ્ય બતાવનાર જાવેદ ખાન અમરોહીનું 14 ફેબ્રુઆરી 2023ના રોજ અવસાન થયું હતું. જાવેદ ખાન અમરોહીએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે
સમીર ખખ્ખર – સમીર ખખ્ખરના નિધનના સમાચારે ચાહકોને મોટો આંચકો આપ્યો હતો. સમીર ખખ્ખરે 15 માર્ચ, 2023ના રોજ દુનિયાને અલવિદા કહી દીધું હતું.
આ તમામ સેલેબ્સના મૃત્યુના કારણે બોલીવુડમાં જે ખોટ પડી છે તે કોઈ પણ રીતે ભરપાઈ થાય તેમ નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button