આમચી મુંબઈ

વસઈમાં ખો-ખો મેચ દરમિયાન ગેલેરી તૂટી પડી અને ……

વસઇઃ શુક્રવારે સાંજે વસઇમાં ખો-ખો સ્પર્ધા દરમિયાન પ્રેક્ષકો માટે બનાવવામાં આવેલી ગેલેરી તૂટી પડતાં લગભગ 15 લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. આ ઘટના વસઈના ચીમાજી અપ્પા મેદાનમાં બની હતી.

ચીમાજી અપ્પા મેદાન ખાતે ‘યંગ સ્ટાર ટ્રસ્ટ વિરાર’ દ્વારા સ્થાનિક રહેવાસીઓ માટે બહુપ્રતિક્ષિત વસઈ કલા ક્રિડા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્રિડા મહોત્સવ 27 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી ચાલશે. આ ક્રિડા મહોત્સવમાં લાઇવ ખો-ખો સ્પર્ધા દરમિયાન દર્શકો માટે બનાવવામાં આવેલી લાકડાની ગેલેરી તૂટી પડતાં લગભગ 15 લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી . તમામ 15 ઘાયલ લોકોને ડીએમ પેટિટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ તબીબી સારવાર લીધા બાદ રજા આપવામાં આવી હતી. આ ઘટના શુક્રવારે સાંજે 7 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે ખો-ખો સ્પર્ધા ચાલી રહી હતી.


ખો-ખો મેચ જોવા માટે ઘમી ભીડ હતી. જાણવા મળ્યા પ્રમાણે આ મેચ જોવા 1500થી વધુ દર્શકો જમા થયા હતા. ભીડ વધતા લોકો ગેલેરી બોક્સ પર ચઢી ગયા હતા. રમત રસપ્રદ બનતા લાકડાની ગેલેરી પર ઊભેલા લોકો ઉત્તેજનાથી કૂદવા લાગ્યા હતા ઓવરલોડના કારણે લાકડાની ગેલેરીનું માળખું તૂટી ગયું હતું, જેના કારણે પ્રેક્ષકો પડી ગયા હતા. સદભાગ્યે તેઓને ખાસ કંઇ ઇજા નહોતી થઇ બસ માત્ર થોડા ઉઝરડા પડ્યા હતા. ઘાયલોને હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા બાદ થોડા સમયમાં મેચ ફરી શરૂ કરવામાં આવી હતી.


ઉલ્લેખનીય છે કે વિરારમાં યંગ સ્ટાર ટ્રસ્ટ દ્વારા દર વર્ષે મલ્ટી કલ્ચરલ અને સ્પોર્ટ્સ ઈવેન્ટનું આયોજન કરવામાં આવે છે, જે જોવા વસઈ વિસ્તારમાંથીઘમા લોકો આવે છે. ઇવેન્ટના આયોજકોએ જણાવ્યું હતું કે આ દુર્ઘટના બાદ વિવિધ રમતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો ફરી શરૂ થયા હતા અને સમયપત્રક મુજબ સમાપ્ત થયા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button