મહારાષ્ટ્ર

Tourism: કળસૂબાઇ પહોંચવું બનશે વધુ સરળ: મહારાષ્ટ્રનું સર્વોચ્ચ શિખર સર કરવા હવે રોપ-વે સેવા

સિન્નર: સ્વતંત્ર સેનાની ક્રાંતીકારી રાઘોજી ભાંગરેનું ઇગતપુરી ખાતે ઉભૂ કરવામાં આવનારા સ્મારક માટે 483 કરોડ રુપિયાનું ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે. તેની સાથે સાથે કળસૂબાઇ માટે રોપ-વે સેવા શરુ કરવા બાબતે પણ સકારાત્મક ચર્ચા થઇ હતી. નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની કેબીનમાં યોજાયેલી બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. આજે આ અંગે સ્મારક સમીતીની બેઠર યોજાશે.

સિન્નરના વિધાનસભ્ય માણિકરાવ કોકાટેએ રાઘોજી ભાંગરેના સ્મારકના કામને ગતી મળે તે હેતુથી નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર પાસે બેઠક યોજવાની માંગણી કરી હતી. જે અંતર્ગત બેઠક યોજી સ્મારક અને રોપ-વે અંગેના વિષયોને માન્યતા આપવામાં આવી હતી.


ક્રાંતિવીર રાઘોજી ભાંગરેનું વાસાળીમાં વિધાનસભ્ય માણિકરાવ કોકાટેના પ્રયાસોથી સ્મારક મંજૂર કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પહેલાં તબક્કામાં 388 કરોડ 84 લાખ રુપિયાનું સ્મારક ઊભૂ કરવા અને બાકીના કામો બીજા તબક્કામાં 16 કરોડ રુપિયાના ભંડોળથી પૂરા કરવાની મંજૂરી આપવામાં આવી હતી.


આ સ્મારકથી નજીક આવેલ કળસૂબાઇ શિખર પર અવર-જવર માટે રોપ-વે સેવા શરુ કરવા અંગે પણ ચર્ચા થઇ હતી. જે માટે 211 કરોડ રુપિયાનો સ્વતંત્ર ડીપીઆર તૈયાર કરી કેન્દ્ર સરકારની પર્વતમાળા યોજના હેઠળ મંજૂરી માટે મોકલવામાં આવશે એવો નિર્ણય અગાઉ યોજાયેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ કામ માટે કેન્દ્રીય પ્રધાન નિતિન ગડકરીએ મંજૂરી આપવાનું આશ્વાસન આપ્યું હતું. જો હવે આ રોપ-વે ને મંજૂરી મળી જાય તો મહારાષ્ટ્રના સર્વોચ્ચ શિખર પર જવું મુસાફરો માટે ખૂબ સરળ બની જશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button