ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

Chinese Spy Balloon: ચીનના સ્પાય બલૂને ઈન્ટરનેટથી બેઈજિંગને ડેટા મોકલ્યો હતો, તપાસમાં ખુલાસો

વોશીંગ્ટન: આ વર્ષની શરૂઆતમાં યુએસ એરસ્પેસમાં જોવા મળેલા ચાઈનીઝ સ્પાય બલૂન(Chinese Spy Balloon)ને કારણે યુએસ(USA) અને ચીન વચ્ચે વિવાદ ઉભો થયો હતો. સ્પાય બલૂન અંગે યુએસની તપાસમાં જાણવા મળ્યું કે સ્પાય બલૂને ઇન્ટરનેટનો ઉપયોગ કરીને બેઇજિંગbe(Beijing)ને માહિતી મોકલી હતી. અમેરિકાએ આ બલૂનને હવામાં ફોડી નાંખ્યું હતું. અમેરિકાએ ચીન પર બલૂનની મદદથી જાસૂસી કરવાનો આરોપ લગાવ્યો હતો. જો કે ચીને આ આરોપોને ફગાવી દીધા હતા, ત્યાર બાદ બંને દેશોના સંબંધોમાં તણાવ વધ્યો હતો.

મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ચાઈનીઝ બલૂને અમેરિકન ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરની સર્વિસ પણ ઉપયોગ કર્યો હતો. જોકે, હજુ સુધી ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરનું નામ જાહેર કર્યું નથી.


અમેરિકન અધિકારીઓનું કહેવું છે કે ચાઈનીઝ બલૂને માત્ર નેવિગેશન અને લોકેશન સંબંધિત માહિતી ચીનને મોકલી હતી. અન્ય મહત્વપૂર્ણ ઈન્ટેલિજન્સ ડેટા માત્ર એકત્ર કર્યા હતા, એ ડેટા મોકેલે એ પહેલા પહેલા જ અમેરિકાએ બલૂનને નિશાન બનાવીને ફોડી નાખ્યું હતું. જાસૂસી બલૂનનો કાટમાળ એટલાન્ટિક મહાસાગરમાંથી મળી આવ્યો હતો. આ કાટમાળની તપાસ કરવામાં આવી હતી.


તે જ સમયે, ચીન સતત કહી રહ્યું છે કે તે હવામાનની માહિતી એકત્રિત કરવા માટેનું બલૂન હતું. તેનો ઉપયોગ જાસૂસી માટે કરવામાં આવી રહ્યો ન હતો અને તે રસ્તો ભટકીને અમેરિકા પહોંચી ગયું હતું. જયારે અમેરિકન અધિકારીઓ દાવો કરે છે કે તાજેતરના વર્ષોમાં ચીને આવા ડઝનબંધ સ્પાય બલૂનોનો ઉપયોગ કરીને ઓછામાં ઓછા પાંચ ખંડોમાં ઘૂસણખોરી કરી છે. અમેરિકન અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચીની સેનાએ ગુપ્ત માહિતી એકઠી કરવા માટે આ કાવતરું ઘડ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button