સ્પોર્ટસ

આજે ઑસ્ટ્રેલિયા સામે બીજી વન-ડે

મુંબઇ: મુંબઇના વાનખેડે ખાતે આજે ભારતીય મહિલા ટીમ અને ઑસ્ટ્રેલિયન મહિલા ટીમ વચ્ચે બીજી વન-ડે મેચ રમાશે. ભારત માટે આજની મેચ જીતવી ખૂબ જ જરૂરી છે. જો ભારત મેચ હારશે તો સીરિઝ ગુમાવશે. ઓસ્ટ્રેલિયાએ વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ વન-ડેમાં છ વિકેટે જીત મેળવી હતી. ભારતે પ્રથમ બેટિંગ કરતા આઠ વિકેટે ૨૮૨ રનનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો. જેના જવાબમાં ઑસ્ટ્રેલિયાની ટીમે ચાર વિકેટના નુકસાન પર ૨૮૬ રન કરી મેચ જીતી હતી. ભારતની પોતાની ધરતી પર આ સતત આઠમી હાર હતી.
મુંબઈના વાનખેડે ક્રિકેટ ગ્રાઉન્ડ પર બેટ્સમેનોને મદદ અને બોલરો માટે પડકાર હશે.
અહીં સ્પિનરો બોલરોને મદદરૂપ થશે. તેથી મિડલ ઓર્ડરમાં સાવચેતીથી રમવાની જરૂર પડશે. શરૂઆતમાં સારા રન બનાવી શકાય છે. ભારતે મિડલ ઓર્ડરમાં ભાગીદારી પર વધુ ભાર આપવો જોઈએ. અહીં ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય યોગ્ય રહેશે. આઉટફિલ્ડ પણ ઝડપી હશે અને ગ્રાઉન્ડેડ શોટ્સ પર વધુ ભાર રહેશે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button