કેપટાઉન ટેસ્ટમાં રમી શકે છે જાડેજા
સેન્ચુરિયન: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી મેચ કેપટાઉનમાં રમાશે. આ મેચ પહેલા ભારત માટે એક સારા સમાચાર આવ્યા છે. રવિન્દ્ર જાડેજા ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકે છે. પીઠની સમસ્યાને કારણે તે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં રમી શક્યો ન હતો. આ મેચમાં ભારતને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. સેન્ચુરિયનમાં દક્ષિણ આફ્રિકાએ ઇનિંગ્સ અને ૩૨ રને જીત મેળવી હતી. જો જાડેજા વાપસી કરશે તો પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર થશે. જાડેજાને પીઠના ઉપરના ભાગમાં તકલીફ હતી. આ કારણોસર તે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં રમી શક્યો નહોતો. જાડેજા બીજી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકે છે. તે ત્રણ જાન્યુઆરીથી કેપટાઉનમાં રમાનારી મેચમાં ભાગ લઈ શકે છે. નોંધનીય છે કે જાડેજા આ વર્ષે ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે ઘણી વખત શાનદાર બોલિંગ કરી છે. જાડેજાએ ૬૭ ટેસ્ટ મેચમાં ૨૭૫ વિકેટ ઝડપી છે. ઉ