આપણું ગુજરાત

‘સ્વાગત’માં એક મહિનામાં ૩૮૮૭માંથી ૭૫ ટકા રજૂઆતોનું સમાધાન

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગાંધીનગરમાં ‘રાજ્ય સ્વાગત’ ઓનલાઇન જન ફરિયાદ નિવારણ ઉપક્રમમાં જિલ્લા કલેકટરો અને જિલ્લા વહીવટી તંત્ર વાહકોને સામાન્ય માનવીની રજૂઆતોના ત્વરિત અને સુખદ નિવારણ માટેનો વિશ્ર્વાસ કોણે નિર્દેશો આપ્યાં હતાં.

આ સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે, નાનામાં નાનો, સામાન્ય વ્યક્તિ જ્યારે પોતાની રજૂઆત કે સમસ્યા લઈને ‘જિલ્લા સ્વાગત’માં આવે ત્યારે તેને પોતાની સમસ્યાનું નિવારણ જિલ્લા સ્તરે આવશે જ એવો ભરોસો પડવો જોઇએ તેવું દાયિત્વ તંત્રવાહકો નિભાવે.
‘સ્વાગત’ ઓનલાઇન જન ફરિયાદ નિવારણના દર મહિનાના ચોથા ગુરૂવારે યોજાતા ‘રાજ્ય સ્વાગત’માં આ કુલ ૧૦૫ જેટલી રજૂઆતો મુખ્ય પ્રધાનના જન સંપર્ક એકમમાં આવી હતી.

મુખ્ય પ્રધાન કાર્યાલયનાં અધિકારીઓની જુદી-જુદી ટીમોએ આ રજૂઆતો સાંભળીને રજૂઆતકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું અને તેમની સમસ્યાનાં નિવારણ માટેની કાર્યવાહીની આગળની પ્રક્રિયા હાથ ધરી હતી. રાજ્ય ‘સ્વાગત’માં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ૭ જેટલી રજૂઆતો સાંભળી હતી. તેમની સમક્ષ ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને સુરેન્દ્રનગર જિલ્લાના રજૂઆત કર્તાઓ પોતાની સમસ્યાના નિવારણ માટે આવ્યા હતા.

મુખ્ય પ્રધાને પ્રત્યેક રજૂઆતકર્તાને શાંતિપૂર્વક સાંભળીને તેમની સમસ્યાના ઉકેલ માટે જે તે જિલ્લાના કલેકટરો-તંત્રવાહકોને ‘સ્વાગત’ની વિડીયો વોલ દ્વારા માર્ગદર્શન આપ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્ય પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન આ સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણનો પ્રજાભિમુખ અભિગમ શરૂ કરાવેલો છે.

રાજ્ય સરકાર એ જ પરંપરાને આગળ ધપાવતા જિલ્લા, તાલુકા, ગામ અને ‘રાજ્ય સ્વાગત’ નું સફળ આયોજન કરે છે. તદ્અનુસાર, ડિસેમ્બર-૨૦૨૩ મહિનાના ‘સ્વાગત’માં સમગ્રતયા ૩૮૮૭ રજૂઆતો આવી હતી તેમાંથી ૭૫ ટકા એટલે કે ૨૯૧૯ પ્રશ્ર્નોનું સુખદ નિવારણ લાવી દેવામાં આવ્યું છે. આ સ્વાગત ઓનલાઇન હવે તો લોક સમસ્યાની રજૂઆતો અને ત્વરિત નિરાકરણ માટેનો એક વિશ્ર્વસનીય મંચ બન્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button