આમચી મુંબઈ

પ્રદૂષણ: બે કૉન્ટ્રાક્ટરને બે લાખનો દંડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ શહેરમાં પ્રદૂષણને ઘટાડવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ ૨૮ નિયમો સાથેની ગાઈડલાઈન બહાર પાડી છે. આ ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનારા બે કૉન્ટ્રેક્ટરોને શુક્રવારે, ૨૯ ડિસેમ્બરના પાલિકા દ્વારા બે લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આગામી ત્રણ દિવસમાં નિયમોને અમલમાં નહીં મુકવામાં આવે તો આકરા પગલા લેવાની ચીમકી પણ પાલિકા પ્રશાસને આપી છે. પાલિકાએ એમ.ઈ.ઈન્ફ્રા અને એન.સી.એન્ટરપ્રાઈઝ આ બે કૉન્ટ્રેક્ટરને નોટિસ પણ ફટાકરી છે.

મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર અને પ્રશાસક ઈકબાલસિંહ ચહલના આદેશ બાદ પ્રદૂષણ મુક્ત મુંબઈ કરવા માટે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. એ પાર્શ્ર્વભૂમિ પર પાલિકાના એડિશનલ કમિશનર સુધાકર શિંદે (પશ્ર્ચિમ ઉપનગર) અને ચીફ એન્જિનિયર (રોડ અને ટ્રાફિક) સાથે શુક્રવારે, ૨૯ ડિસેમ્બર, ૨૦૨૩ના રોડ ‘ડી’ વોર્ડમાં ઈન્સપેક્શન કર્યું હતું. એ દરમિયાન તેમને ગ્રાન્ટ રોડ વિસ્તારમાં સ્લેટર રોડ પર એમ.ઈ.ઈન્ફ્રા અને એન.સી.એન્ટરપ્રાઈઝ તરફથીચાલી રહેલા બાંધકામ દરમિયાન પાલિકાએ પ્રદૂષણને નિયંત્રણ બાબતે બહાર પાડેલી ગાઈડલાઈનનું પાલન નહીં કરવામાં આવી રહ્યું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. પાલિકાા જણાવ્યા મુજબ ક્ધસ્ટ્રક્શન સાઈટ પર બાંધકામના ઠેકાણે બૅરીકેડીંગ કરવામાં આવી નહોતી. સમાધાનકારક સફાઈ રાખવામાં આવી નહોતી. કાટમાળ ઠેર-ઠેર પડ્યો હતો. તેથી બાંધકામના ઠેકાણ બૅરીકેડિંગ કરવાનો, સાઈટ સ્વચ્છ રાખવાનો તથા કાટમાળ તાત્કાલિક હટાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ક્ધસ્ટ્રક્શન સાઈટ પર પાણીની પાઈપલાઈન અને વીજળીના કેબલને નુકસાન થાય નહીં તેની તકેદારી લેવાની ચેતવણી પણ આપવામાં આવી હતી. તેમ જ પાલિકાએ બહાર પાડેલી ગાઈડલાઈનને અમલમાં મૂકવાને લગતી નોટિસ બંને કૉન્ટ્રેક્ટરને આપવામાં આવી હતી. તેમ જ બે લાખ રૂપિયાનો દંડ પણ તેમને ફટકારવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે મુંબઈમાં ૨૫ ઑક્ટોબર, ૨૦૨૩થી ગાઈડલાઈન બહાર પાડવામા આવી છે. આ ગાઈડલાઈનનું પાલન નહીં કરનારા લગભગ ૨,૯૫૫ ક્ધસ્ટ્રક્શન સાઈટ પર પૂર્વસૂચના આપવામાં આવી હતી. ૬૦૩ બાંધકામને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. તો ૮૫૯ ક્ધસ્ટ્રક્શન સાઈટને સ્ટોપ વર્કની નોટિસ આપવામાં આવી છે. તેથી મુંબઈ પરિસરમાં ચાલી રહેલા તમામ ડેવલપર, સરકારી, બિનસરકારી એસ્ટાબ્લિશમેન્ટે પ્રદૂષણને લગતી ગાઈડલાઈનનું ચુસ્ત રીતે પાલન કરવાની ચેતવણી આપવામાં આવી છે. અન્યથા આકરી કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું છે.

મુંબઈનું વાતાવરણ ફરી પ્રદૂષિત

મુંબઈના વાતાવરણમાં ફરી પ્રદૂષણનું સ્તર વધી ગયું હતું. સૌથી વધુ પ્રદૂષણ બાંદ્રા-કુર્લા-કૉમ્પલેક્સમાં નોંધાયું હતું. અહીં દિવસ દરમિયાન એક્યુઆઈ ૩૦૬ જેટલો ઊંચો નોંધાયો હતો. સવારના સમયે સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ લગભગ ૨૦૦ની આસપાસ ઊંચો નોંધાયો હતો. મોડી સાંજના એક્યુઆઈ ૧૭૫ નોંધાયો હતો. તો કોલાબામાં એક્યુઆઈ ૨૧૬, બીકેસીમાં ૩૦૬, અંધેરીમાં ૨૦૮, મલાડમાં ૨૬૩ અને બોરીવલીમાં એક્યુઆઈ ૨૦૯ નોંધાયો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…