આમચી મુંબઈ

કોરોના કેસમાં સતત વધારો: નવા ૧૨૯ કેસ નોંધાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી નવા વર્ષની ઊજવણી કરવી નાગરિકોને ભારે ના પડે તેની ચિંતા સરકારને સતાવી રહી છે. છેલ્લા થોડા દિવસથી રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. શુક્રવારે કોરોનાના ૧૨૯ નવા કેસ નોંધાયા હતા.

રાજ્યમાં ગુરુવારે કોરોના ૧૧૭ નવા કેસ નોંધાયા હતા અને એક દર્દીનું મૃત્યુ થયું હતું. આ અગાઉ બુધવારે રાજ્યમાં ૮૭ નવા કેસ અને કોવિડથી બેના મૃત્યુ થયા હતા. શુક્રવારે સદ્નસીબે એકે દર્દીનું મૃત્યુ નોંધાયું નહોતું. પરંતુ બે દિવસમાં કોરોનાના કેસમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. રવિવારે ૩૧ ડિસેમ્બરની ઊજવણી દરમિયાન મોટી સંખ્યામાં લોકો ભેગા થશે તેથી કોરોના કેસમાં હજી વધારો થવાની આરોગ્ય ખાતાને ચિંતા સતાવી રહી છે.

શુક્રવારે રાજ્યમાં કોરોનાના નવા ૧૨૯ કેસ નોંધાયા હતા અને ૧૯ દર્દી કોરોનાથી મુક્ત થયા હતા. એ સાથે જ અત્યાર સુધી સાજા થયેલા દર્દીનો આંકડો ૮૦,૨૩,૪૮૭ થઈ ગયો છે. રાજ્યનો રિકવરી રેટ ૯૮.૧૮ ટકા છે. રાજ્યનો મૃત્યુદર ૧.૮૧ ટકા છે. શુક્રવારે રાજ્યમાં ૧૩,૦૦૨ કોરોનાના ટેસ્ટ થયા હતા.

મુંબઈમાં શુક્રવારે કોરોનાના ૧૫ નવા કેસ નોંધાયા હતા. એ સાથે જ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૧૭૬ થઈ છે. દિવસ દરમિયાન આઠ દર્દી કોરોનાથી સાજા થયા હતા. દિવસ દરમિયાન કોરોનાના ૪૯૩ ટેસ્ટ થયા હતા.

હાલ રાજ્યમાં કોરોનાના વેરિયન્ટ જેએન.૧ના ૧૦ દર્દી થઈ ગયા છે, જેમાં થાણે પાલિકામાં પાંચ, પુણે પાલિકામાં બે, પુણે ગ્રામીણમાં એક, અકોલા પાલિકામાં એક અને સિંધુદુર્ગમાં એક કેસ નોંધાયો છે.

પહેલી જાન્યુઆરી, ૨૦૨૩થી અત્યાર સુધી રાજ્યમાં ૧૩૭ દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેમાંથી ૭૦.૮૦ ટકા દર્દી ૬૦ વર્ષથી ઉપરના છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…