ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ઓળખાણ પડી?
સાની તરીકે પણ ઓળખાતી તલમાંથી તૈયાર થતી આ વાનગીની ઓળખાણ પડી? શિયાળમાં આ વાનગી પ્રમાણસર ખાવી આરોગ્ય માટે લાભદાયક મનાય છે.
અ) મેથીપાક બ) ઘુટો ક) કચરિયું ડ) સુખડી
ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો
A B
ઝોક નિદ્રા
ઝોકું થેલી
ઝોળી દહીં વલોવવું
ઝોંસો વૃત્તિ, વલણ
ઝેરવું ધક્કો
ગુજરાત મોરી મોરી રે
ગુજરાતી સાહિત્ય જગતના સર્જકને ઓળખી કાઢો જેમના અમુક અપવાદને બાદ કરતા બધા કાવ્યોના કેન્દ્રમાં ભાઈ – બહેનનો સંબંધ રહ્યો છે. તેમના ‘ઈલા કાવ્યો’ ખૂબ લોકપ્રિય થયા હતા.
અ) ઉમાશંકર જોશી બ) નિરંજન ભગત ક) હરીન્દ્ર દવે ડ) ચંદ્રવદન મહેતા
જાણવા જેવું
જમીનમાંથી અન્ન, ફળ, શાક વગેરેની થતી પેદાશ, ખેતીની પેદાશ, ખેતીની નીપજ, ઊપજ પાક કહેવાય છે. ખેતરમાં જે પાક પાકે તેમાંથી કેટલોક ઘઉં, બાજરી જેવી વસ્તુઓનો ખોરાકી પાક, કેટલોક કપાસ, તમાકુ જેવી વસ્તુઓનો બિનખોરાકી અને કેટલોક ઢોર માટે ઘાસચારો હોય છે. બિનખોરાકી પાક ઘણુંખરું બજારમાં વેચી દેવા માટે કરવામાં આવે છે, એટલે તેને સામાન્ય રીતે બજારું પાક કહે છે
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
કયો એશિયાઈ દેશ લેન્ડલોક્ડ ક્ધટ્રી (સમુદ્રમાં સીધા પ્રવેશથી વંચિત) છે આપેલા વિકલ્પમાંથી જણાવો. આ દેશને પોતાનો દરિયા કાંઠો નથી હોતો.
અ) શ્રીલંકા બ) ઈરાન ક) સાયપ્રસ ડ) નેપાળ
માઈન્ડ ગેમ
તબીબી ક્ષેત્રમાં અનેક સ્પેશિયાલિસ્ટની હાજરી જોવા મળે છે. ત્વચા સંબંધિત સમસ્યાનું નિરાકરણ કરતા તજજ્ઞો ક્યા નામથી ઓળખાય છે એ જણાવો.
અ) Endocrinologist બ) Gastroenterologists ક) Dermatologists ડ) Hematologists
નોંધી રાખો
અનુભવ માણસને ખોટા નિર્ણયો લેવાથી બચાવે છે એ ખરું, પણ ખોટા નિર્ણયો લેવાયા હોવાથી માણસને અનુભવ મળે છે એ પણ એટલી જ સાચી વાત છે.
ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
A B
પામર તુચ્છ
પાયમાલ ખુવાર
પારધી શિકારી
પારંગત નિષ્ણાત
પારાવાર વિપુલ
ગુજરાત મોરી મોરી રે
શામળ ભટ્ટ
ઓળખાણ પડી
ચુરમાના લાડુ
માઈન્ડ ગેમ
ગાંધીનગર
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
મેક્સિકો
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મૂલરાજ કપૂર (૩) શ્રદ્ધા આશર (૪) ડો. પ્રકાશ કટકિયા (૫) ભારતી પ્રકાશ કટકિયા (૬) લજિતા ખોના (૭) ખુશરૂ કાપડિયા (૮) ભારતી બુચ (૯) વિભા મહેશ્ર્વરી (૧૦) પુષ્પા પટેલ (૧૧) જ્યોતિ ખાંડવાલા (૧૨) નિખિલ બંગાળી (૧૩) મીનળ કાપડિયા (૧૪) અમીશી બંગાળી (૧૫) રમેશ દલાલ (૧૬) હિના દલાલ (૧૭) ઈનાક્ષી દલાલ (૧૮) જ્યોત્સના ગાંધી (૧૯) મનીષા શેઠ (૨૦) ફાલ્ગુની શેઠ (૨૧) રજનીકાંત પટવા (૨૨) સુનીતા પટવા (૨૩) નંદકિશોર સંજાણવાળા (૨૪) કલ્પના આશર (૨૫) અંજુ ટોલિયા (૨૬) મહેશ દોશી (૨૭) પુષ્પા ખોના (૨૮) શિલ્પા શ્રોફ (૨૯) દિલીપ પરીખ (૩૦) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૩૧) જયવંત પદમશી ચિખલ (૩૨) નિતીન બજરિયા (૩૩) સુરેખા દેસાઈ (૩૪) અરવિંદ કામદાર (૩૫) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૩૬) તાહેર ઔરંગાબાદવાલા (૩૭) શીરીન ઔરંગાબાદવાલા