“યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ”ની આ અભિનેત્રીને દોડવું પડ્યું હોસ્પિટલમાં, સો.મીડિયામાં પોસ્ટ મુકી જણાવી હાલત
“યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ” ટેલિવુડની સૌથી લોકપ્રિય સિરિયલોમાંની એક છે. આ સિરિયલના તમામ કલાકારો ઘરઘરમાં જાણીતા છે, ખાસ કરીને એક સમયે મુખ્ય અભિનેત્રી રહી ચુકેલી હીના ખાન. જો કે હવે તો તે આ સિરિયલનો ભાગ નથી, પરંતુ તેણે આ જ સિરિયલથી નામના મેળવી હોવાને લીધે લોકો આજે પણ તેના ‘અક્ષરા’ના પાત્રથી યાદ કરે છે. હાલ એકટ્રેસ હીના ખાન તાવને કારણે હોસ્પિટલમાં એડમીટ છે જેની માહિતી તેણે ખુદ એક પોસ્ટ શેર કરીને તેના ચાહકોને આપી છે.
હિનાએ જણાવ્યું હતું કે, તેને ખૂબ તાવ હતો, જેના કારણે તેને દાખલ કરવી પડી હતી. આ સાથે ફેન્સને હેલ્થ અપડેટ આપતા હિનાએ કહ્યું કે, તે જલ્દી સ્વસ્થ થઈ જશે. તેણે ઈન્સ્ટાગ્રામ પર બે ફોટા શેર કર્યા છે. એક ફોટોમાં હિના હોસ્પિટલના બેડ પર બેઠેલી જોવા મળી રહી છે.
બીજા ફોટોમાં હિનાએ થર્મોમીટરનો ફોટો શેર કર્યો છે, જેમાં તેના શરીરનું તાપમાન 102 દેખાઇ રહ્યું છે. આ ફોટોના કેપ્શનમાં તેણે લખ્યું- મને ખૂબ તાવ છે અને મારી છેલ્લી ચાર રાત ખૂબ જ ખરાબ હતી. આ તાવ ઓછો થતો નથી. સતત 102-103 પર રહે છે. હવે કોઈ એનર્જી બચી નથી. હિનાએ એમ પણ લખ્યું- જે લોકો મારા વિશે ચિંતિત છે, તેમને જણાવી દો કે હું જલદી જ કમ બેક કરીશ.
એકટ્રેસના વર્ક ફ્ન્ટની વાત કરીએ તો, ટીવી સીરિયલમાં કામ કરી ચૂકેલી આ એકટ્રેસ હવે ફિલ્મો અને OTT પર ફોકસ કરી રહી છે.