તસવીરમાં દેખાતી આ જાણીતી Bollywood અભિનેત્રીને ઓળખો છો
ઘણી વાર આપણે Bollywood સ્ટાર્સના કે ક્રિકેટરોની બાળપણની તસવીરો જોઇને વિચારમાં પડી જતા હોઇએ છીએ કે આ કોણ હશે? કારણ કે બધાના નાનપણના ફોટા ઓળખવા શક્ય નથી હોતા. ઘણી વાર આવી તસવીરોને ઓળખવી એ કામ એક પડકારથી ઓછું નથી હોતું. આજે અમે તમને આવી જ એક તસવીર બતાવીશું જેને તમે ધ્યાનથી જોયા બાદ પણ ભાગ્યે જ ઓળખી શકશો. તમે કદાચ રોજ તેમની તસવીરો અખબારમાં કે મેગેઝિનમાં કે કોઇ જાહેરખબરમાં જોતા હશો, પણ તમે ભાગ્યે જ તેને ઓળખી શકશો. તમારે તેને ઓળખવા માટે પણ સંઘર્ષ કરવો પડશે. પહેલી નજરે કદાચ તમને ચોક્કસ એવું લાગશે કે આ કોઇ હોલિવૂડની અભિનેત્રી છે. જોકે, તમારી દુવિધા દૂર કરવા માટે અમે તમને સ્પષ્ટતા કરી દઇએ કે આ કોઇ હોલિવૂડ અભિનેત્રી નથી. આ બોલિવૂડની એક ખૂબસુરત, લોકપ્રિય અને સફળ અભિનેત્રી છે. તેમના પતિએ પણ બોલિવૂડમાં ખાસ્સુ નામ કમાયું છે. તો તમે પણ તમારા મગજના ઘોડા દોડાવો અને જણાવો કે આ કાળા પોષાકમાં સજ્જ સુંદર અભિનેત્રી કોણ છે.
આ તસવીરને તમે ધ્યાનથી જુઓ અને પછી વિચારો કે શું તમે તેને ઓળખી શક્યા? ફોટોમાં તે કાળા રંગનો વેમ્પાયર જેવો ડ્રેસ પહેરેલી જોવા મળે છે. તેના વાળ ટૂંકા છે. કપાળ મોટું છે. હજી પણ મુંઝવણમાં છો? તો આ તસવીર ફરીથી જુઓ કારણ કે જો અમે તમને નામ જણાવીશું તો તમે ચોંકી જશો. આ અભિનેત્રી બીજી કોઇ નહીં, પણ બોલિવૂડ સુપરસ્ટાર કાજોલ છે. તસવીરમાં તે ખૂબ જ અલગ દેખાઈ રહી છે. આ તસવીરમાં કાજોલનો લુક એટલો અલગ છે કે કદાચ અજય દેવગન પણ તેને ઓળખવામાં પહેલી નજરે થાપ ખાઇ ગયો હશે.
કાજોલે થોડા સમય પહેલા જ ઓટીટી પર ડેબ્યુ કર્યું છે. હાલમાં તે બીજા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. એમ લાગે છે કે તેનો આ લૂક આવનારા પ્રોજેક્ટનો હોઇ શકે છએ, જેમાં તે એકદમ જ અલગ દેખાઇ રહી છે. કાજોલે પોતે આ તસવીરો પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે અને જણાવ્યું છે કે તેને આ તસવીર ગમી છએ. એણે તેના ફેન્સને પણ આવો લુક અપનાવવાની સલાહ આપી છે.
કાજોલની આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને અત્યાર સુધીમાં હજારો લોકો તેને જોઇ ચૂક્યા છે તેમ જ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. ફેન્સને તેમનો લુક ઘણો પસંદ આવી રહ્યો છે. એક ફેને તસવીર પર કમેન્ટ કરી છે કે લગભગ 60 સેકન્ડ સુધી ફોટો જોયા પછી એને ખબર પડી કે તે કાજોલ છે, તો કોઈએ લખ્યું છે કે અભિનેત્રીનો લુક ખરેખર એકદમ અલગ લાગે છે. એ જ રીતે, ઘણા લોકોએ કાજોલના આ લુકની પ્રશંસા કરી છેઅને તેને ગેમ્સ ઓફ થ્રોન્સનું પાત્ર પણ ગણાવ્યું છે.
તમે આ તસવીર હજી સુધી જોઇ કે નહી… !