અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના અંતર્ગત લાભાર્થીઓને મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણે ચેક અર્પણ કર્યા
આજરોજ રાજકોટ ખાતે પોસ્ટ વિભાગ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા ખાસ શ્રમિકો માટે બહુ ઓછા પ્રીમિયમ દરમાં ચાલતી અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના જે આઠ જુલાઈ 2023 ના રોજ શરૂ થઈ હતી તે અંતર્ગત લાભાર્થીઓ કે જેઓ આ પોલીસી ધરાવતા હતા અને ટૂંકા ગાળામાં તેઓનું અવસાન થયેલ તેના વારસદારોને પાંચ લાખ તથા દસ લાખના ચેકની અર્પણ વિધિ કરવામાં આવી હતી.
અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના માત્ર 289 રૂપિયાના વાર્ષિક પ્રીમિયમમાં પાંચ લાખ તેમજ 499 રૂપિયાના પ્રીમિયમમાં 10 લાખનું વીમા કમજ કવચ શ્રમિકોને આપવામાં આવી રહ્યું છે આજરોજ શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સમાં બે લાભાર્થીઓ જેમાં એક લાભાર્થીએ માત્ર 16 દિવસ પહેલા પ્રીમિયમ ભર્યું હતું અને બીજું પ્રીમિયમ ભરે તે પહેલા દુઃખદ અવસાન થયેલ ત્યારે તેના વારસદારને રૂપિયા પાંચ લાખ તથા બીજા લાભાર્થીમાં જેના પરિવારને ખબર પણ ન હતી કે 499 નું પ્રીમિયમ ભરી અને ગુજરી જનાર વ્યક્તિ વીમા કવચથી સુરક્ષિત હતા આ સંજોગમાં અધિકારીએ એ પરિવારને અંગત કરી રૂપિયા દસ લાખની વીમાની રકમ ચૂકવી આપી હતી.
આમ ગ્રામીણ વિસ્તારમાં નાના માણસો માટે આશીર્વાદરૂપ આ વીમા યોજના નો લાભ દરેક શ્રમિકોએ લેવા જેવો છે જેથી કરી ઘરના મોભીનું આકસ્મિક અવસાન થાય તો તેના પાછળના પરિવારને થોડો આર્થિક ટેકો રહે. સંચાર રાજ્ય મંત્રી દેવસિંહ ચૌહાણ રાજકોટ આવી અને ચેક અર્પણ કર્યા બાદ મીડિયા સમક્ષ આ યોજના લોકો સુધી પહોંચાડવા અપીલ કરી ગયા હતા.