નેશનલ

સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસની ભારત ન્યાય યાત્રા પર કટાક્ષ કરતા કહ્યું કે તેઓ ન્યાય કરવાનો

અમેઠી: કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીએ મણિપુરથી શરૂ કરેલી તેમની ‘ભારત ન્યાય યાત્રા’ પર નિશાન સાધતા કહ્યું હતું કે જેઓ અન્યાય માટે જાણીતા છે તેઓ ન્યાયનું ‘નાટક’ કરી રહ્યા છે. નોંધનીય છે કે મણિપુરથી મુંબઈ સુધી કાઢવામાં આવેલી ભારત ન્યાય યાત્રા વિશે પૂછતા સ્મૃતિ ઈરાનીએ કાંગ્રેસ પર સીધો હુમલો કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પાર્ટી આ યાત્રા ‘ભારત જોડો યાત્રા’ના આધારે કરી રહી છે. આગામી લોકસભા ચૂંટણીની તૈયારી હેઠળ કોંગ્રેસ રાહુલ ગાંધીના નેતૃત્વમાં આગામી વર્ષ 2024માં 14 જાન્યુઆરીથી મણિપુરથી મુંબઈ સુધી ‘ભારત યાત્રા ન્યાય’ કાડશે. પૂર્વથી પશ્ચિમની આ યાત્રા 67 દિવસની હશે જે 14 રાજ્યોના 85 જિલ્લામાંથી પસાર થશે. આ યાત્રા 6,200 કિલોમીટરની હશે. મોટાભાગે તમામ પ્રવાસ બસ દ્વારા આવરી લેવામાં આવશે. આ પહેલા કોંગ્રેસે રાહુલના નેતૃત્વમાં કન્યાકુમારીથી કાશ્મીર સુધી ‘ભારત જોડો યાત્રા’ કાઢી હતી.


સ્મૃતિ ઈરાની કે જેઓ હાલમાં તેમના સંસદીય ક્ષેત્ર અમેઠીની બે દિવસીય મુલાકાતે છે, જ્યાં તેમણે ગૌરીગંજના જવાહર નવોદય વિદ્યાલયમાં સામાજિક સશક્તિકરણ શિબિરમાં કહ્યું હતું કે કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર 10 કરોડ ગરીબ પરિવારોને 5 લાખ રૂપિયાની આયુષ્માન ભારત યોજના અંતર્ગત દર વર્ષે તબીબી સહાય પૂરી પાડે છે. અમેઠીની આ બે દિવસની મુલાકાત દરમિયાન સ્મૃતિ ઈરાનીએ જગદીશપુરના વારિસગંજમાં નવનિર્મિત ભાલે સુલતાન પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમજ અલગ અલગ સ્થળોએ જઈને લોકોની મુલાકાત પણ લીધી હતી તેમજ તેમની સમસ્યાઓનું ખૂબજ જલ્દી નિરાકરણ લાવવામાં આવશે તેવી હૈયાધારણા પણ આપી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button