ધુમ્મસને કારણે રેલસેવા પર માઠી અસર: 10થી 12 કલાક મોડી ચાલી રહી છે રાજધાની સહિતની ટ્રેન
નવી દિલ્હી: હાલમાં ઉત્તર ભારતના ઘણાં રાજ્યો ધુમ્મસથી ઘેરાયેલા છે. ફોગને કારણે લોકોને રસ્તા પર ગાડી ચલાવવું પણ મૂશ્કેલ થઇ રહ્યું છે. તો બીજી બાજુ વિમાન સેવા અને રેલ સેવા પર પણ તેની માઠી અસર થઇ છે. અલગ અલગ રુટ પર ટ્રેનો 12-12 કલાક મોડી દોડી રહી છે. ત્યાં ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે. આટલી ઠંડીમાં રેલવે સ્ટેશન પર ટ્રેનોની રાહ જોઇ રહેલા મુસાફરોના હાલ બેહાલ થયા છે. શિયાળાની આ સિઝનમાં રાતની ટ્રેનથી મુસાફરી કરી રહેલા લોકોને પ્લેટપોર્મ પર રાત વિતાવવી મૂશ્કેલ થઇ રહી છે.
દિલ્હી, યુપી સહિત ઘણાં રાજ્યોમાં ટ્રેન મોડી દોડી રહી છે. અને મુસાફરો કડકડતી ઠંડીમાં પ્લેટફોર્મ પર ટ્રેનની રાહ જોઇ રહ્યા છે. રાજધાની જેવી ટ્રેન પણ ધુમ્મસને કારણે મોડી દોડી રહી છે. જ્યારે શતાબ્દી ટ્રેન આજે એટલે કે 29મી ડિસેમ્બરના રોજ રદ કરવામાં આવી છે. માત્ર ટ્રેન જ નહીં પણ વિમાનસેવા પર પણ ધુમ્મસની માઠી અસર થઇ છે. ફોગને કારમે જ લખનૌથી નીકળનારી થનારી 17 ફ્લાઇટ રદ કરવામાં આવી છે.