દક્ષિણ આફ્રિકાની ધરતી પર ટેસ્ટ સિરીઝ જીતવાના ભારત ક્રિકેટ ટીમ અને ક્રિકેટ ચાહકોના સપના પર પાણી ફરી વળ્યું છે. દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને કારમી હાર મળી હતી. દક્ષિણ આફ્રિકાએ ટીમ ઈન્ડિયાને ઈનિંગ અને 32 રને હરાવી બે ટેસ્ટ મેચની સિરીઝમાં 1-૦થી સરસાઈ મેળવી લીધી છે. મોટી હાર ઉપરાંત ભારતીય ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ(WTC)પોઈન્ટ ટેબલમાં મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમ WTCના પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને સરકી ગઈ છે.
ગઈ કાલે ટેસ્ટ મેચમાં હાર પહેલા ટીમ ઇન્ડિયા 66.67 પર્સેન્ટેજ પોઈન્ટ્સ સાથે ટોચના સ્થાન પર હતી. આ હારથી ભારતની પોઈન્ટ ટેબલમાં સ્થિતિ પર અસર પડી કારણ કે ત્રણ મેચમાં એક જીત, એક હાર અને ડ્રો સાથે જીતની ટકાવારી ઘટીને 44.44 થઈ ગઈ.
જીત બાદ દક્ષિણ આફ્રિકાની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઈ છે. દક્ષિણ આફ્રિકા પછી પાકિસ્તાન બીજા ક્રમે છે, પરંતુ ઓસ્ટ્રેલિયા સામેની મેલબોર્ન ટેસ્ટમાં પાકિસ્તાની ટીમની સ્થિતિ સારી નથી જણાઈ રહી. જો પાકિસ્તાની ટીમ મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા સામે હારશે છે, તો પાકિસ્તાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં નીચે સરકી જશે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં દક્ષિણ આફ્રિકાના 12 પોઈન્ટ છે, જ્યારે ટીમના પર્સેન્ટેજ પોઈન્ટ 100 ટકા છે. આ પછી પાકિસ્તાન 3 મેચમાં 22 પોઈન્ટ અને 61.11 પર્સેન્ટેજ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. ન્યુઝીલેન્ડ 2 મેચમાં 12 પોઈન્ટ અને 50 પર્સેન્ટેજ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. આ પછી બાંગ્લાદેશનો નંબર આવે છે, બાંગ્લાદેશના 2 મેચમાં 12 પોઈન્ટ અને 50 પર્સેન્ટેજ પોઈન્ટ છે. ભારતીય ટીમ 3 ટેસ્ટ મેચમાં 16 પોઈન્ટ અને 44.44 પર્સેન્ટેજ પોઈન્ટ સાથે પાંચમા સ્થાને સરકી ગઈ છે.
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાનને હરાવ્યું હતું, પરંતુ તેમ છતાં WTC પોઈન્ટ ટેબલમાં ટીમની સ્થિતિ સારી નથી. ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાના 6 ટેસ્ટ મેચમાં 30 પોઈન્ટ અને 41.69 પર્સેન્ટેજ પોઈન્ટ છે. ઓસ્ટ્રેલિયાની વેસ્ટ ઈન્ડિઝ 2 ટેસ્ટ મેચમાં 4 પોઈન્ટ અને 16.67 પર્સેન્ટેજ પોઈન્ટ સાથે સાતમા સ્થાને છે. ઈંગ્લેન્ડ 5 ટેસ્ટ મેચમાં 9 પોઈન્ટ અને 15 પર્સેન્ટેજ પોઈન્ટ સાથે આઠમા સ્થાને છે. આ પછી શ્રીલંકા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને છે.
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ