ટોપ ન્યૂઝનેશનલ

દિલ્હી સરકારે હોસ્પિટલોમાં સબસ્ટાન્ડર્ડ દવાઓ સપ્લાય અંગે CBI તપાસની માંગ કરી

નવી દિલ્હી: દિલ્હી સરકારના વિજિલન્સ ડિરેક્ટોરેટે ગુરુવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પત્ર લખીને રાષ્ટ્રીય રાજધાની સરકાર હેઠળની હોસ્પિટલોમાં બિન-માનક દવાઓ(substandard drugs)ના સપ્લાયની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને સોંપવા માંગ કરી હતી. ગયા અઠવાડિયે, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ દવાઓના કથિત સપ્લાયની CBI તપાસની ભલામણ કરી હતી જે ગુણવત્તા તપાસ નિષ્ફળ ગઈ હતી, આવી દવાઓ લોકોના જીવને જોખમમાં મૂકી શકે છે.

વિજિલન્સ ડિરેક્ટોરેટ દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રાલયને મોકલવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, “આવી ‘નબળી ગુણવત્તા’ની દવાઓના સપ્લાય સામે કાર્યવાહી માત્ર સેન્ટ્રલ પ્રોક્યોરમેન્ટ એજન્સી (CPA) સુધી મર્યાદિત ન હોવી જોઈએ, તેના બદલે સમગ્ર સપ્લાય ચેઇનની તપાસ કરવાની જરૂર છે અને તે તપાસમાં ઉત્પાદકો પાસેથી દવાઓ ખરીદનારા અને તે દવાઓ હોસ્પિટલો સુધી પહોંચાડનારા સપ્લાયરોની ભૂમિકા પણ તપાસવી જોઈએ.”


પત્રમાં કહેવામાં આવ્યું છે કે, આ મામલાની ગંભીરતા અને ‘સબસ્ટાન્ડર્ડ દવાઓ’ સપ્લાય કરવામાં કંપનીના ઇરાદાને છતાં કરવાની જરૂર છે. આ મામલાને વધુ તપાસ માટે સીબીઆઈને સોંપવાની વિનંતી કરવામાં આવી છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, જે સબસ્ટાન્ડર્ડ દવાઓ મળી છે તેમાં ફેફસા અને યુરીનરી ટ્રેકટના ચેપની સારવારમાં વપરાતી દવા સેફાલેક્સિનનો સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button