SA VS IND: પહેલી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકા સામે ભારત 1 ઈનિંગ અને 32 રનથી હાર્યું
સેન્ચુરિયનઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પહેલી ટેસ્ટમાં બીજી ઈનિંગમાં ભારતીય ટીમને ફક્ત 131 રનમાં પેવેલિયન ભેગી કરવામાં આફ્રિકન ટીમ સફળ રહી હતી, પરિણામે એક ઈનિંગ અને 32 રનથી દક્ષિણ આફ્રિકા જીત્યું હતું.
બે ટેસ્ટ મેચની સિરીઝમાં એક ઝીરોથી આગળ રહ્યું છે. ત્રીજા દિવસે ટેસ્ટ સિરીઝમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 408 રનના સ્કોરે ઓલ આઉટ થયું હતું, જેમાં ભારતની પહેલી ઇનિંગ સાથે 163 રનની લીડ આપી હતી. આમ છતાં બીજા દાવમાં આફ્રિકન ફાસ્ટ બોલરે ઘાતક બોલિંગ રકી હતી, જ્યારે ટીમ ઈન્ડિયા ફક્ત 131 રને સૌથી મોટી જીત હાંસલ કરી હતી.
આફ્રિકન ફાસ્ટ બોલર નાન્દ્ર બર્ગરે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. ટીમ ઈન્ડિયાની બીજી ઈનિંગમાં કેપ્ટન રોહિત શર્માને કગિસો રબાડાએ બોલ્ડ કર્યો હતો, જ્યારે બીજી વિકેટ યશસ્વી જયસ્વાલની પડી હતી.
બીજી ઈનિંગમાં ભારતીય ટીમના તમામ બેટર નિષ્ફળ રહ્યા હતા. શ્રેયસ અય્યર (છ), કેએલ રાહુલ (ચાર), રવિચંદ્રન અશ્વિન (ઝીરો), શાર્દુલ ઠાકુર (બે), જસપ્રીત બુમરાહ (ઝીરો) અને મહોમ્મદ સિરાજ ચાર રન બનાવી શક્યા હતા. બીજી બાજુ વિરાટ કોહલીએ 76 રન કર્યા હતા, પરંતુ ભારતને શરમજનક હારથી બચાવી શક્યો નહોતો.
દક્ષિણ આફ્રિકાવતીથી નાંદ્રે બર્ગર ચાર વિકેટ ઝડપી હતી, જ્યારે માર્કો જોન્સને ત્રણ વિકેટ લીધી હતી. હવે આગામી બીજી ટેસ્ટ મેચ ત્રીજી જાન્યુઆરી કેપટાઉનના ન્યૂલેન્ડસના ગ્રાઉન્ડમાં રમવામાં આવશે.