આપણું ગુજરાત

ગિફ્ટ સિટી બાદ ગુજરાતના આ પ્રવાસન સ્થળે મળશે દારૂમાં છૂટ?

ઋષિકેશ પટેલે આપ્યા મોટા સંકેત

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં જરૂરિયાતોને અનુલક્ષીને દારૂની છૂટ મામલે નિર્ણય લેવાશે. સમય જતા ગુજરાતના હિતને ધ્યાનમાં રાખીને આગળનો નિર્ણય લેવામાં આવશે તેવું રાજ્યનાં પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલને રાજ્યના પ્રવાસન સ્થળોએ દારૂની છૂટ મામલે જણાવ્યું હતું.

ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે ધોરડો, સાપુતારા, સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવા વિસ્તારોમાં દારૂની છૂટ આપવા અંગે વિચાર થઇ રહ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ દારૂની છૂટ અંગે વિચાર કરાઇ રહ્યો છે. ઉદ્યોગો અને પ્રવાસન સ્થળો પર દારૂની છૂટ અપાઇ શકે છે. મહત્ત્વના સ્થળો પર દારૂની છૂટ અંગે સમય આવ્યે નિર્ણય લેવામાં આવશે તેવી જાહેરાત રાજ્ય સરકારે કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button