આપણું ગુજરાત

ગાંધીનગરના કમલમ ખાતે આજથી ભાજપના વિવિધ મોરચાની બેઠક શરૂ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં આગામી લોકસભા ચૂંટણી ૨૦૨૪ને લઇને ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. લોકસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે તા.૨૯મી ડિસેમ્બર અને તા.૩૦ ડિસેમ્બરના રોજ ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. સીઆર પાટીલની અધ્યક્ષતામાં શુક્રવારે પ્રદેશની બેઠક મળશે જ્યારે ૩૦ ડિસેમ્બરે વિવિધ મોરચાની બેઠક યોજવામાં આવશે.

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલે જણાવ્યું હતું કે, ટુંક સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે. લોકસભા ચૂંટણી સંદર્ભે પક્ષની તૈયારીઓના ભાગરૂપે એક મહત્ત્વની બેઠક પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં તેમજ સંગઠન મહામંત્રી રત્નાકર, રાષ્ટ્રીય મહામંત્રી અરૂણસિંહ અને રાજયના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં તા.૨૯મી ડિસેમ્બરના રોજ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે યોજાશે. શુક્રવારે બેઠક સવારે ૯.૩૦ કલાકે યોજાશે. બેઠકમાં કાર્યકર્તાઓને લોકસભાની ચૂંટણી અંગે મહત્વનું માર્ગદર્શન તેમજ કેન્દ્ર સરકાર અને રાજય સરકારે કરેલા કામ જન જન સુધી કેવી રીતે પહોંચાડવું સહિતના વિષયો પર માર્ગદર્શન આપવામાં આવશે. આ બેઠકમાં પ્રદેશના પદાધિકારીઓ, જિલ્લાના પ્રમુખઓ, જિલ્લાના પ્રભારીઓ,પ્રવકતા અને સહ પ્રવકતાઓ ઉપસ્થિત રહેશે. તેમજ ૩૦મી ડિસેમ્બરના રોજ પ્રદેશના સંયુક્ત મોરચાની બેઠક યોજાનાર છે. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં અને સંગઠન મહામંત્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં યોજાશે જેમાં વિવિધ મોરચાના પ્રદેશના પદાધિકારીઓ તેમજ ગુજરાતના રાષ્ટ્રીય પદાધિકારીઓ ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને લોકસભાની ચૂંટણી અંગે માર્ગદર્શન આપશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…