નેશનલ

શશી થરૂરે કહી મુદ્દાની વાતઃ આ કારણે 2024માં છેલ્લીવાર લડશે ચૂંટણી

નવી દિલ્હીઃ દરેક રાજકીય પક્ષમાં એક સમસ્યા એ છે કે જૂના નેતાઓ નવા યુવા નેતાઓને આગળ આવવા દેતા નથી. પક્ષ તરફથી વારંવાર ટિકિટ કે પ્રધાનપદ મળ્યું હોવા છતાં ચૂંટણી આવતા જ ટિકિટની લાઈનમાં ઊભી જાય છે અને જો ટિકિટ ન મળે તો બીજા પક્ષમાં કૂદકો મારવામાં ક્ષણવાર પણ વિલંબ કરતા નથી. આવા સમયે કેરળના કૉંગ્રેસના સાંસદ શશી થરૂરે મોટી વાત કહી છે, હવે માત્ર જોવાનું એ છે તે અમલ કરે છે કે નહીં.

કોંગ્રેસ સાંસદ શશી થરૂરે કહ્યું કે 2024ની લોકસભાની ચૂંટણીમાં કેરળની તિરુવનંતપુરમ સીટ પરથી ચૂંટણી લડશે, પણ આ ચૂંટણી જાણે તેમની છેલ્લી ચૂંટણી રહેશે. તેમણે આગળ કહ્યું કે રાજકારણમાં એવો સમય આવે છે કે જ્યારે યુવાનો માટે જગ્યા બનાવવી પડે છે. હકીકતમાં તેમનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેમણે આમ કહ્યું હતું. જોક તેમને જ્યારે આ મામલે પૂછવામાં આવ્યું ત્યારે તેના જવાબમાં થરૂરે કહ્યું કે હું માનું છું કે રાજકારણમાં એવો સમય આવે છે જ્યારે તમારે યુવાનો માટે જગ્યા બનાવવી પડે છે. આ મારી વિચારસરણી છે, પરંતુ રાજકારણમાં એક બીજું સૂત્ર પણ છે કે ક્યારેય કોઈને કંઈ કહો નહીં. જો હું ચૂંટણી લડીશ તો મારી છેલ્લી ચૂંટણીની જેમ પૂરી તાકાતથી ચૂંટણી લડીશ. જો હું જીતીશ તો તિરુવનંતપુરમના લોકો માટે મારી 20 વર્ષની સેવા હશે અને હું ખુશીથી પદ છોડી શકીશ.

તેમના મતવિસ્તાર પરથી ઈન્ડિયા ગઠબંધનના બીજા પક્ષ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઊભા રાખવામાં આવશે તેવી ચર્ચાઓના જવાબમાં તેમણે કહ્યું હતું કે લોકોને સારો ઉમેદવાર મળવો જોઈએ અને તેમને સારી પસંદગી મળવી જોઈએ. પક્ષ માને તક આપશે તો હું લડીશ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button