14 વર્ષ પછી આ અભિનેત્રીએ છૂટાછેડાની કરી જાહેરાત
મુંબઈ: બૉલીવૂડની જાણીતી અભિનેત્રી ઈશા કોપીકરે લગ્નના 14 વર્ષ પછી છૂટાછેડા લીધા છે. જાણીતી અભિનેત્રી ઈશાએ પતિ ટિમ્મી નારંગથી છૂટાછેડા લીધા છે. ઈશા અને ટીમ્મી નારંગથી 14 વર્ષ બાદ અલગ થતાં તેમના ચાહકોને આઘાત લાગ્યો છે.
એક રિપોર્ટ મુજબ ઈશા અને ટિમ્મીએ પરસ્પર એકબીજાથી સંમત થઈને અલગ થવાનો નિર્ણય લીધો હતો. ઈશા અને ટિમ્મીની લવસ્ટોરી બૉલીવૂડમાં ચર્ચાનો વિષય બન્યો હતો પણ લગ્નના આટલા વર્ષ બાદ બંને અલગ થતાં આ બંને ફરી ચાહકો માટે ચર્ચાનો વિષય બન્યા હતા. બંનેએ છૂટાછેડા શા માટે લીધા એ મુદ્દે સંપૂર્ણ જાણકારી મળી નથી.
ઈશાએ એક વિવાહ એસા ભી, કૃષ્ણા કોટેજ સહિત અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. લગ્ન પછી ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ રહી હતી, પરંતુ 14 વર્ષ પછી લગ્નના સંબંધો અંગે મોટી જાહેરાત કરીને લોકોને ચોંકાવી નાખ્યા છે.
ઈશા અને ટિમ્મીની પહેલી મુલાકાત એક જિમમાં થઈ હતી, જ્યાં ટિમ્મી ઈશાના પ્રેમમાં પડી ગયો હતો ત્યાર બાદ તેઓ બંનેએ એકબીજાના ફોન નંબર એક્સચેન્જ કરી બંને નજીક આવ્યા હતા. ફોન પર વાતો કરતાં કરતાં બંને વચ્ચે સારી મિત્રતા થઈ ગઈ હતી.
એક રિપોર્ટ મુજબ ઈશા ટીમ્મી સાથેની પહેલી ડેટ પર તેના 20 ફ્રેન્ડને સાથે લઈ ગઈ હતી. થોડા વર્ષો એકબીજાના સાથે રહ્યા હતા, પછી એકબીજાએ લગ્ન કર્યા હતા. 2009માં લગ્ન કર્યા પછી બંનેએ મુંબઈના ઈસ્કોન મંદિરમાં મહારાષ્ટ્રીય રીત-રિવાજોથી લગ્ન કર્યા હતા. 2014માં દીકરીને જન્મ આપ્યો હતો, જે નવ વર્ષની છે.
ઈશાએ 1998માં તમિલ ફિલ્મ કાઢલ કવિતાઈથી ડેબ્યૂ કર્યું હતું. ઈશાને બેસ્ટ ફીમેલ ડેબ્યૂ એવોર્ડ પણ જીત્યો હતો. 2000માં ઈશાએ ફિજા નામની હિંદી ફિલ્મમાં જોવા મળી હતી. એના સિવાય શાહરુખની ડોન, ક્યા કુલ હૈ હમ, એલઓસી કારગિલ અને 36ચાઈના ટાઉનમાં પણ કામ કર્યું હતું. 2002માં ઈશાએ ખલ્લાસ આઈટમ સોંગ કરીને લાઈમલાઈટમાં આવી ગઈ હતી.