મનોરંજન

બચ્ચન ફેમિલીની સરકાર કોના હાથમાં છે? Big Bએ કર્યો ખુલાસો…

બચ્ચન પરિવાર છેલ્લાં કેટલાય સમયથી ચાલી રહેલાં આંતરિક ખટરાગને કારણે લાઈમલાઈટમાં છે. હવે ફરી એક વખત આ પરિવાર લાઈમલાઈટમાં આવી ગયો છે. હવે બિગ બીએ તેમના શો કૌન બનેગા કરોડપતિના સેટ પર પોતાના પરિવારને લઈને એવો ખુલાસો કર્યો છે કે જેને કારણે ફરી એક વખત વિવાદોની મધપૂડો છંછેડાય એવી શક્યતા છે. બિગ બી દર વખતે પોતાના મજાકિયા અંદાજને કારણે એપિસોડને મજેદાર બનાવે છે. આવો જોઈએ શું છે આખો મામલો. કેબીસીના ક્રિસમસ સ્પેશિયલ એપિસોડમાં ઈન્ડિયન ક્રિકેટર ઈશાન કિશન અને ઈન્ડિયન વુમન ક્રિકેટર સ્મૃતિ મંધાના હોટસીટ પર બિગ બીની સામે બેઠા હતા.

બિગ બીની જેમ જ ઈશાન કિશન પણ પોતાના સેન્સ ઓફ હ્યુમરને કારણે ખૂબ જ ફેમસ છે અને એટલે જ તેણે શો પર બિગ બીને જયા બચ્ચન સંબંધિત એક સવાલ કર્યો હતો. ઈશાન કિશને બિગ બીને કહ્યું કે તમારી પાસે ચાર ઓપ્શન છે… ઈશાન કિશનની આટલી વાત સાંભળીને જ બિગ બી પૂછે છે કે ભાઈ પહેલાં સવાલ શું છે એ તો બોલો… જેના જવાબમાં ઈશાન કિશને જણાવ્યું હતું કે સવાલ પછી પહેલા હું ઓપ્શન આપું છું.

ઈશાન કિશને બિગ બીને ચાર ઓપ્શન આપ્યા જેમાં એમની જ ચાર ફિલ્મોના નામ હતા ખુદા ગવાહ, સરકાર, ડોન અને શહેનશાહ… આ ચાર ઓપ્શન આપીને ઈશાન કિશન કહે છે કે હવે સવાલ એ છે કે તમે જયા બચ્ચનજીના નામની આગળ તમારી કઈ ફિલ્મનું નામ લગાવવા માંગો છો. આ સવાલ સાંભળીને બિગ બી કહે છે એમાં કોઈ જ વાતની શંકા નથી કે એ ટાઈટલ હશે સરકાર. બસ બિગ બીનો આ જવાબ સાંભળીને ઈશાન કિશન જ નહીં પણ હાજર દર્શકો પણ હસી પડ્યા હતા અને તાળીઓ પાડવા માટે મજબૂર થઈ ગયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button