આમચી મુંબઈમહારાષ્ટ્ર

પુણેમાં ધોળે દિવસે બે જૂથની વચ્ચે ‘દંગલ’, વીડિયો વાઈરલ

પુણે: પુણે શહેરમાં ગુનાઓનું પ્રમાણ વધી ગયું છે. ધોળે દિવસે શહેરમાં હથિયારો લઈને અસમાજિક તત્વો વચ્ચે મારામારી કરતા સામાન્ય જનતામાં તણાવનો માહોલ સર્જાયો છે. પુણેમાં તાજેતરમાં બે જૂથની વચ્ચે ઝઘડાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. શહેરમાં આ ઘટનાને લઈને આ વિસ્તારના નાગરિકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

આ મુદ્દે પોલીસે કહ્યું હતું કે આ ઘટના પુણેના વડગામ શેરી વિસ્તારમાં આવેલા આનંદપાર્કમાં બની હતી. પુણેમાં આવી ઘટનાઓમાં વધારો થતાં પોલીસે કોઈતા ગેંગ એક ટુકડી પર કાર્યવાહી કરવામાં આવી હતી પણ ફરી આવી ઘટના બનતા પોલીસની કાર્યવાહી સામે પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવી રહ્યા છે.

બે જૂથ વચ્ચેની લડાઈના વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બે લોકો રસ્તાની વચ્ચે એક બીજા સાથે ઝઘડી પડ્યા હતા. આ ઘટના દરમિયાન તેમની આસપાસથી અનેક લોકો અને ગાડીઓ પણ અવરજવર કરતી જોવા મળી હતી. આ ઘટનામાં ત્રણ યુવકને ઇજા પહોંચી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

વાઈરલ વીડિયોમાં રસ્તાની બાજુમાં કેટલાક યુવકો ઝઘડી રહ્યા છે અને થોડા સમયમાં તેમની વચ્ચે લડાઈ શરૂ થઈ જાય છે. આ લડાઈમાં અમુક યુવકો આ લડાઈને રોકવાનો પ્રયત્ન પણ કરતાં દેખાઈ રહ્યા છે. આ ઘટનામાં લડાઈ દરમિયાન અમુક યુવકોએ પથ્થરમારો પણ કર્યો હતો, જેમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ ઘટનાને લઈને પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ સંપૂર્ણ ઘટનાની તપાસ ચાલી રહી છે. આ બંને જૂથ વચ્ચેની લડાઈનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી અને દરેક જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, એવું જણાવ્યું હતું

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button