FDI માં કર્ણાટક, દિલ્હી અને ગુજરાતને પાછળ છોડી મહારાષ્ટ્ર પહેલાં ક્રમાંકે
મુંબઇ: 2022-23ના આર્થિક વર્ષમાં 1,18,422 કરોડ રુપિયાના ફોરેન ઇન્વેસ્ટમેન્ટ સાથે કર્ણાટક, દિલ્હી અને ગુજરાતને પાછળ છોડી મહારાષ્ટ્ર પહેલાં ક્રમાંકે આવ્યું છે. 2023-24ના પહેલાં ત્રણ મહિનામાં એટલે કે એપ્રિલથી જૂન 2023 આ સમયગાળા દરમીયાન 36,634 કરોડ રુપિયાનું ફોરેન ઇન્વેસ્ટમેન્ટ આવ્યું હોવાની જાણકારી જાતે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આપી હતી.
થ્યાર સુધી ફોરેન ડારેક્ટ ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ તો કર્ણાટક, ગુજરાત અને દિલ્હી મહારાષ્ટ્રથી આગળ હતું. દેવેન્દ્ર ફડણવીસ જ્યારે મુખ્ય પ્રધાન બન્યા ત્યારે પણ મહારાષ્ટ્રમાં આ રાજ્યોની સરખામણીમાં સારું ફોરેન ઇન્વેસ્ટમેન્ટ આવ્યું હતું. અને હવે જ્યારે તેઓ ફરી એકવાર સત્તામાં આવ્યા ફરી એકવાર મહારાષ્ટ્રએ બાજી મારી છે.
2023-24ના બીજા તબક્કાની વાત કરીએ તો જુલાઇથી સપ્ટેમ્બરના આંકડા પણ આવ્યા છે. આ સમયગાળામાં 28,868 કરોડ રુપિયાની એફડીઆઇ આકર્ષિત કરી ફરી મહારાષ્ટ્ર પહેલાં ક્રમાંકે આવ્યું છે. એપ્રિલથી સપ્ટેમ્બર 2023 આ સમયગાળા દરમીયાન 65,502 કરોડ રુપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થયું છે. જે લગભગ કર્ણાટક, દિલ્હી અને ગુજરાતના કુલ ઇન્વેસ્ટમેન્ટ જેટલું છે. એપ્રિલ 2022થી સપ્ટેમ્બર 2023 દરમીયાન કુલ 1,83,924 કરોડ રુપિયાની FDI મહારાષ્ટ્રમાં આવી છે. જેના માટે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બધાનો આભાર માન્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઇનું હિરા બજાર સૂરત ગયું હોવાના આક્ષેપ સાથે મહાવિકાસ આઘાડીએ સત્તાધારી ભાજપની વારંવાર ટીકા કરી હતી. મહારાષ્ટ્રમાંથી રોજગારની તકો બીજા રાજ્યમાં જતી હોવાથી મહારાષ્ટ્રના લોકોમાં બેરોજગારી વધી રહી છે તેવો આક્ષેપ પણ વિરોધી પક્ષે કર્યો હતો. દરમીયાન દેવેન્દ્ર ફડણવીસે પોતના સોશીયલ મીડિયા એકાઉન્ટ પરથી મહારાષ્ટ્ર FDI બાબતે દેશમાં સૈથી પહેલાં ક્રમાંકે હોવાની જાહેરાત કરી હતી.