મનોરંજન

વર્ષ 2023ની સુપરહીટ પઠાણ, જવાન કે એનિમલ નથી, એમ કેમ કહ્યુ અભિષેક બચ્ચને

સુપરસ્ટાર અભિષેક બચ્ચન સ્પષ્ટવક્તા તરીકે ઘણીવાર અમુક વાતો કહી જતા હોય છે જે ઘણાને ખટકે છે. તેણે તાજેતરમાં પણ એક વાત એવી કહી જે ફિલ્મ ઈસ્ડસ્ટ્રીમાં ઘણાને નહીં ગમી હોય. વર્ષ 2023ની સુપરહીટ કે કમાણી કરનારી ફિલ્મોની વાત આવે એટલે શરૂઆત શાહરૂખ ખાનની પઠાણથી થાય અને તે બાદ જવાન, ગદર, એનમલ, ડંકી અને સલારના નામ લેવાય. આ ઉપરાંત ધ કેરલ સ્ટોરી, જરા હટકે જરા બચકે, ભૂલભૂલૈયા જેવી ફિલ્મો આવે જેણે સારી કમાણી કરી હોય. જોકે અભિષેકને આ ફિલ્મો કરતા વધારે સફળ અને વધારે કમાણી કરતી ફિલ્મ 12 ફેલ લાગી છે. ફિલ્મના હીરો વિક્રાંત મસી સાથેની એક વાતચીતના કાર્યક્રમમાં તેણે જાહેરમાં જે કહ્યું તે ફિલ્મ ઉદ્યોગ કઈ રીતે કામ કરે છે અને સફળ ફિલ્મો કોને કહેવી તે પણ દર્શાવે છે. અભિએ ROIની થિયરી આગળ ધરી. એટલે કે રિટર્ન ઓન ઈન્વેસ્ટમેન્ટ. તમે કેટલું રોકાણ કર્યું અને તેના પર તમને કેટલી આવક થઈ તે નક્કી કરે છે કે તમે કેટલા સફળ રહ્યા.

અભિએ કહ્યું કે મસ્સીની ફિલ્મ માંડ 8-10 કરોડમાં બની હશે. આ સાથે માર્કેટિંગ પાછળ કોઈ ખાસ ખર્ચ થયો નથી. શરૂઆતમાં તેને બહુ ઓછા થિયેટર મળ્યા એટલે તે એક સાથે હજારો સ્ક્રીન પર છવાઈ નથી. તેમ છતાં આ ફિલ્મે પોતાના દમ પર રૂ. 70 કરોડનો વકરો કર્યો છે જે કોઈ રૂ.100 કરોડ કે 500 કરોડ કમાતી ફિલ્મ કરતા વધું છે. તેણે કહ્યું કેરૂ. 500 કરોડ ખર્ચીને 1000 કરોડ કમાતી, સુપરસ્ટારર્સને ચમકાવતી ફિલ્મો સાથે મસ્સીની ફિલ્મની સરખામણી કરવી ખોટી રહેશે, પરંતુ નાના બજેટમાં આવા વિષય સાથે બનેલી ફિલ્મ બીજી બધી હીટ ફિલ્મો વચ્ચે રૂ. 70 કરોડ કમાઈ તો તે ખરા અર્થમાં હીટ ફિલ્મ કહી શકાય.

રાજૂ હીરાણીની ફિલ્મ 12 ફેલ એક સાચી ઘટના પર આધારિત છે, જેમાં ચંબલના એક ગરીબ પરિવારના યુવકની આઈપીએસ બનવાનો સંઘર્ષ દર્શાવવામાં આવ્યો છે. આ ફિલ્મમાં મસ્સીએ સારો અભિનય કર્યો છે અને ફિલ્મ માઉથ પબ્લિસિટી પછી સારો પ્રતિસાદ મેળવી શકી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button