અજિત પવાર VS ચંદ્રકાંત પાટીલ: શિતયુદ્ધ ક્યારે રોકાશે? શું મહાયુતિનો આ સંઘ કાશીએ પહોંશે?
પુણે: શિંદે-ફડણવીસ-અજિત પવારની મહાયુતિ સરકારમાં છેલ્લાં ઘણાં મયથી મતભેદો થઇ રહ્યાં હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં થઇ રહી છે. ત્યારે હવે પુણેની જિલ્લા આયોજન સમિતિના ભંડોળની ફાળવણીના મુદ્દે ફરી એકવાર અજિત પવાર VS ચંદ્રકાંત પાટીલ વિવાદ ઊભો થયો હોવાની ચર્ચાઓ થઇ રહી છે. મહારાષ્ટ્રના રાજકારણમાં મહાયુતી વચ્ચે પડી રહેલી તિરાડો પૂરવાનું કામ વારંવાર કેન્દ્રના નેતૃત્વ દ્વારા કરવામાં આવી રહ્યું છે. પણ ચંદ્રકાંત પાટીલ અને અજિત પવાર વચ્ચે ચાલી રહેલા શિતયુદ્ધનો અંત હજી સુધી કોઇ લાવી શક્યું નથી.
જિલ્લા આયોજન સમિતિ (DPC)ના ભંડોળની ફાળવણી મુદ્દે ભાજપ-શિંદે જૂથના કાર્યકર્તાઓ હવે વધઉ આક્રમક થયા છે. ભાજપના પદાધિકારી અને જિલ્લા આયોજન સમિતિના સદસ્યોની બુધવારે ઉચ્ચ અને ટેક્નીકલ શિક્ષણ પ્રધાન તથા પુણેના તત્કાલીન પાલક પ્રધાન ચંદ્રકાંત પાટીલે એક સ્વતંત્ર બેઠક યોજી હતી. આ બેઠકમાં કાર્યકર્તાઓએ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના વિરોધમાં રોષ વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં તો આ સમિતિના સભ્યોએ ભંડોળની ફાળવણીમાં પોતાની સાથે સાવકું વર્તન થયું હોવાનો આક્ષેપ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ચંદ્રકાંત પાટીલે આ અંગે પ્રસાર માધ્યમો સાથે વાત કરવાનું ભલે ટાળ્યું હોય પણ અજિત પવારની સામે રોષ વ્યક્ત કર્યો છે. એટલું જ નહીં તો આક્રમક બનેલા સદસ્યોને સમય આવે કોર્ટના દરવાજા ખખડાવવાની સલાહ પણ આપી હતી.
જિલ્લા સમિતિના ભંડોળની વહેંચણીના મુદ્દે ભાજપના કાર્યકર્તા ખૂબ આક્રમક થયા છે. માવળમાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ એક કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હતાં. ત્યારે ડીપીસીના સભ્યોએ તેમની મુલાકાત લીધી હતી. તેમણે અજિત પવારે ભંડોળવી વહેચણી બાબતે કરેલ ઓરમાયા વર્તનની જાણ કરી હતી. ત્યાર બાદ તત્કાલીન પાલક પ્રધાન ચંદ્રકાંત પાટીલે સર્કીટ હાઉસ પર પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
19મી મે ના રોજ ચંદ્રકાંત પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલ જિલ્લા આયોજન સમિતિમાં મંજૂર થયેલ યોજના અને તે અંતર્ગત મંજૂર થયેલ કામો બદલીને અજિત પવારે બારોબાર ભંડોળ વહેંચી દીધુ હતું. 1,056 કરોડ રુપિયામાંથી 65 ટકા ભંડોળ વિધાનસભ્યો, દસ ટકા સાંસદો અને માત્ર દસ ટકા ભંડોળ ભાજપ અને શિંદે જૂથના પદાધિકારીઓને આપવાનું આયોજન કર્યુ છે. અજિત પવારની આ વર્તણૂંક અંગે શિંદે અને ભાજપના પદાધિકારીઓએ આક્ષેપ કરી કોર્ટમાં જવાની વાત કરી હતી. આયજોન સમિતિની બેઠક વગર જ કામોને મંજૂરી આપી અજિત પવાર મનમાની કરતાં હોવાનો આક્ષેપ પણ સભ્યોએ કર્યો હતો.