ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવા બદલ રણબીર કપૂર વિરુદ્ધ ફરિયાદ, જાણો શું છે મામલો
મુંબઈ: ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં બોલીવુડ અભિનેતા રણબીર કપૂર અને તેના પરિવારના સભ્યો વિરુદ્ધ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. નાતાલની ઉજવણીના વીડિયો અંગે આ ફરિયાદ કરવામાં આવી છે.
ફરિયાદીએ દલીલ કરી હતી કે કેક પર દારૂ રેડી અને તેના પર આગ લગાડતી વખતે રણબીર કપૂર “જય માતા દી” બોલ્યો હતો. ફરિયાદીએ જણાવ્યું કહ્યું કે પરંપરાગત રીતે હિંદુ ધર્મમાં અગ્નિ દેવનું અન્ય દેવતાઓ સમક્ષ આહ્વાન કરવામાં આવે છે, અને રણબીર કપૂર અને તેમના પરિવારે અન્ય ધર્મના તહેવારની ઉજવણી દરમિયાન જાણીજોઈને નશાનો ઉપયોગ કર્યો હતો અને માતાજીનું નામ લીધું હતું.
ફરિયાદીએ આરોપ લગાવ્યો કે ‘જય માતા દી’ ના નારા બાદ કેકને આગ લગાડવાની હરકતથી તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે. જો કે આ કેસમાં હજુ સુધી કોઈ એફઆઈઆર નોંધવામાં આવી નથી.
ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા એક વિડિયોમાં દેખાય છે કેક પર દારૂ રેડવામાં આવે છે રણબીર લાઈટર વડે તેના પર આગ લગાડે છે અને ‘જય માતા દી’ બોલે.