એમફિલની ડિગ્રીની માન્યતા રદ
નવી દિલ્હી: માસ્ટર ઓફ ફિલોસોફી (એમફિલ)ની ડિગ્રી માન્યતા પ્રાપ્ત નથી અને આવા અભ્યાસક્રમમાં પ્રવેશ લેવા સામે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને (યુજીસી)એ વિદ્યાર્થીઓને ચેતવણી આપી છે. યુજીસીના સચિવ મનીશ જોશીએ કહ્યું કે “એમફિલ અભ્યાસક્રમ માટે કેટલીક યુનિવર્સિટીઓ નવી અરજી મંગાવી રહ્યા છે તેવું યુજીસીના ધ્યાન પર આવ્યું છે. એમફિલ ડિગ્રી માન્યતા પ્રાપ્ત ડિગ્રી નથી તેવી જાહેર જનતાને આ સાથે જાણ કરવામાં આવે છે. “યુજીસી નિયમો, ૨૦૨૨ની રેગ્યુલેશન નંબર ૧૪ સ્પષ્ટ રીતે કહે છે કે ઊચ્ચ અભ્યાસ આપતી શૈક્ષણિક સંસ્થાઓએ એમફિલ અભ્યાસક્રમ ચલાવવાનો નથી. શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે એમફિલ અભ્યાસક્રમ માટે એડમિશન પ્રક્રિયા અટકાવવા તાત્કાલિક પગલાં ભરવા યુજીસીએ યુનિવર્સિટીઓને નિર્દેશ આપ્યા છે. જોશીએ કહ્યું કે “એમફિલના કોઈ પણ અભ્યાસક્રમમાં પ્રવેશ નહીં મેળવવા વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે.ઉ