લાડકી

તમારા હૃદયમાં રાજ કરે છે કોઈ આવી વ્યક્તિ…?

આવી વ્યક્તિ આપણા જીવનમાં હોય તો નિયતિએ આડકતરી રીતે આપણને આપેલી એક અનોખી ભેટ છે..!

સંબંધોને પેલે પાર -જાનકી કળથિયા

છે કોઈ એવી વ્યક્તિ તમારી લાઈફમાં જે પહેલી રીંગે જ તમારો કોલ રિસીવ કરે-ઊંચકે ?

છે કોઈ એવું જેને તમે ‘ભાવ’ ન આપતા હો કે ઈરાદાપૂર્વક અવગણતા હો, છતાં પણ તમારા દરેક મેસેજના જવાબ આપે? જ્યારે એ જ વ્યક્તિનો કોલ આવે ત્યારે તમે ભલે બિઝી હોવાનો ડોળ કરો,પણ એ તો તમારા કોલનો હોશભેર જવાબ આપે કે જરૂર પડે પડખે ટેકો બનીને ઊભી હોય?

આપણે રોજેરોજ ઘણીબધી વ્યક્તિને મળીએ છીએ. એમાંથી મોટાભાગના કોમન હોય છે.

પરિવારના સભ્યો-મિત્રો- વ્યવસાય કે જોબના સહયોગી- પડોશીઓ, ઈત્યાદિ-ઈત્યાદિ આ બધામાંથી એકાદ બે એવા હોય જેના જીવનમાં આપણે અગત્યના હોઈએ તો કેટલાંક લોકો આપણને માટે ખુબ મહત્ત્વના હોય, પરંતુ આપણા માટે કોણ મહત્ત્વનું છે એ જરૂરી નથી-
આપણે કોના માટે મહત્ત્વના છીએ એ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ -વધુ અગત્યનું છે, કારણ કે આપણે જેના પરિઘમાં હોઈએ અથવા જેનું મધ્યબિંદુ આપણે હોઈએ એવા લોકો નસીબદારને મળે છે.
અરે,વગર કોઈ અપેક્ષાએ કે વગર કોઈ સ્વાર્થે આપણા જીવનમાં અજવાળા પાથરવા માટે જ એ વ્યક્તિ આવી હોય એવું લાગે…

એટલે એવી વ્યક્તિ, જે સંકટ સમયની સાંકળ બનીને આવી હોય.

તમામ રસ્તા બંધ થયા પછી પણ દિલ અને ડિસ્પ્લે પર જેનું નામ પહેલું ઊપસી આવે એવી વ્યક્તિ …

છે તમારા જીવનમાં એવી વ્યક્તિ કે જેની બકબક તમને ભલે ત્રાસદાયક લાગતી હોય, પણ એની ગેરહાજરી કરડવા દોડતી હોય? એવી
વ્યક્તિ, જેના શબ્દો ન સાંભળવા પડે માટે ભલે આપણે કાનમાં ઈયરફોન લગાવીને બેસી જઈએ,પણ એનું મૌન આપણામાં જ ઉત્પાત મચાવતું રહે… એવી વ્યક્તિ જે માત્ર બે મિનિટ વાત કરવા માટે કલાકો રાહ જોઈ શકતી હોય… એવી વ્યક્તિ કે જેના દસ કોલના જવાબ આપણે ન આપ્યા હોય, પણ આપણો એક જ કોલ જેણે અડધી રીંગમાં જ રિસીવ કરી લેતી હોય- એ પણ કોઈ જાતની ફરિયાદ કર્યા વગર જ…. એવી વ્યક્તિ કે જે આપણા કેન્દ્રબિંદુથી દૂર હોય,પણ એનું કેન્દ્રબિંદુ આપણે જ હોઈએ….આવી વ્યક્તિ જે આપણા માટે, આપણા સમયે અને આપણે કહીએ એ પ્રમાણે અવેલેબલ-હાજર રહેતી હોય…

હા, આપણી લાઈફમાં આવી વ્યક્તિ હોય તો એમ ન સમજવું કે એ સાવ નવરી અને કામકાજ વગરની છે, પરંતુ એના જીવનમાં આપણી અગત્યતા એટલી બધી છે કે એનાં અઢળક કામ છોડીને પણ એ વ્યક્તિ આપણને પ્રાથમિકતા આપે છે. એના સમયે આપણી હાજરી ન હોવા છતાંય એ વાતનો એને જરાય રંજ ન હોય…. આપણી સાથે સંકળાયેલી દરેક વાત જાણે પોતાની સાથે જોડાયેલી હોય એવું એને લાગ્યા કરતું હોય…એ આપણા સમયે હાજરાહજુર રહે છે,કારણ કે એને આપણી ચિંતા છે- કારણ કે એ માણસ માટે આપણું મહત્ત્વ અદકેરું છે. આવા આદમીની ખાસિયત એ છે કે આપણા કડવા વેણને ગળી જાય છે, કારણ કે એને આપણા શબ્દોની નહીં, આપણી પડી હોય છે..! .

ઈશ્ર્વર દ્વારા મળેલાં આ ટૂંકા જીવનની સફરમાં ઘણાંય લોકો આવે છે ને જાય છે. કેટલાંક અમુક ક્લાક માટે- દિવસ માટે-અમુક મહિનાઓ માટે તો કેટલાંક અમુક વર્ષો માટે. આ બધા લોકો વચ્ચે અપવાદરૂપ અમુક એવા પણ છે, જે આપણા જીવનની છેલ્લી ક્ષણ સુધી આપણો સાથ નિભાવે છે- કોઈપણ પ્રકારના પ્રોમિસ વગર- કોઈ લાલચ વગર કે કોઈ પણ જાતની અપેક્ષા વગર…માત્રને માત્ર કંઈક આપવા માટે જ એ આપણા જીવનમાં આવ્યા હોય છે. આપણી પાસેથી કશુંક લઈને જવાની ઈચ્છા હોય તો છે આપણી સાથે વિતાવેલા સમયની અગણિત યાદ…

ઝીરો ઇન્વેસ્ટમેન્ટ હોવા છતાંય રિટર્ન બહુ મોટી માત્રામાં મળતું હોય એવો આ યુનિક-અનોખો સંબંધ છે. જ્યારે કુદરત દરેક જગ્યાએ પહોંચી ન શકે ત્યારે આવા માણસનું એ સર્જન એ કરે છે, જેથી આપણી સમસ્યાના ઉકેલ મળી શકે.

જો કે આપણી તકલીફ એ છે કે આવી વ્યક્તિની કદર મોડેમોડે કરીએ છીએ.શરૂઆતમાં એ માણસનું મૂલ્ય આંકવામાં થાપ ખાઈ જઈએ છીએ.

આવી વ્યક્તિ માટે અંગ્રેજીમાં એક સરસ શબ્દ છે : ૨ અખ ઙયતિજ્ઞક્ષ એર્થાત, મધરાતે પણ તમે જેને મનની વાત કે મૂંઝવણ કહી શકો. આવી વ્યક્તિ જો આપણા જીવનમાં હોય તો કેટલી ફુરસદમાં એને ઘડ્યા હશે કુદરતે એ પણ માત્ર આપણા જ માટે…!

ક્લાઈમેક્સ:
આવી વ્યક્તિનું દિલ તોડતાં પહેલાં સો વાર વિચારી લેવું, કારણ કે કેટલીક ભૂલ- એ ભૂલ નહીં , પણ અપરાધ કહેવાય…!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ