સ્પોર્ટસ

દક્ષિણ આફ્રિકા સામે સદી ફટકારનારા ભારતના સ્ટાર બેટ્સમેન આપ્યું મોટું નિવેદન

સેન્ચુરિયનઃ દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીની પહેલી ટેસ્ટ મેચમાં ભારતના વિકેટકીપર (કમ વન-ડે ટીમના કેપ્ટન) કમ બેટ્સમેન કેએલ રાહુલે શાનદાર પ્રદર્શન કર્યું અને સદી ફટકારી હતી. સદી બાદ કેએલ રાહુલે પોતાની ટીકા કરનાઓ વિશે વાત કરી અને કહ્યું કે તે આ માટે માનસિક રીતે તૈયાર નહોતો. આફ્રિકા સામે તમામ ઓપનર નિષ્ફળ રહ્યા પછી પણ કેએલ રાહુલને શાનદાર સદી કરીને તમામ ટીકાકારોની બોલતી બંધ કરી દીધી હતી.

સેન્ચુરિયનમાં દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં મુશ્કેલ પરિસ્થિતિઓમાં સદી ફટકારનાર રાહુલે કહ્યું હતું કે ‘તમે લોકોને બદલી શકતા નથી. દરેક વ્યક્તિ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવા માટે સ્વતંત્ર છે. તે સમયે હું વધુ ખરાબ અનુભવી રહ્યો હતો.
તેણે આગળ કહ્યું હતું કે હું વિચારું છું કે હું હંમેશા ક્રિકેટ રમવા માંગતો હતો અને આ બધું રમતનો એક ભાગ છે. તમારે સારી અને ખરાબ દરેક વસ્તુને સંતુલિત રીતે લેવી પડશે. આવા પડકારો પછી તમે વધુ મજબૂત બનીને ઉભરો છો.

કેએલ રાહુલે કહ્યું હતું કે ‘તે સમયે હું આવી ટીકા માટે માનસિક રીતે તૈયાર ન હતો.’ ઈજા અને ખરાબ ફોર્મને કારણે સોશિયલ મીડિયા પર કેએલ રાહુલને ટ્રોલ કરવામાં આવ્યો હતો.

ભારતીય બેટ્સમેન કેએલ રાહુલે દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ અને વનડે શ્રેણીમાં સદી ફટકારીને શાનદાર વાપસી કરી હતી. થોડા સમય પહેલા તેના ખરાબ ફોર્મને લઈને થઈ રહેલી ટીકા પર કેએલ રાહુલે કહ્યું કે તે સમયે તે તેના માટે માનસિક રીતે તૈયાર નહોતો.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત