સ્પોર્ટસ

IND VS SA: બેડ લાઈટ્સને કારણે મેચ રોકી, દક્ષિણ આફ્રિકાએ લીડ મેળવી

દક્ષિણ આફ્રિકાના પાંચ વિકેટે 256 રનનો સ્કોર, કેએલ રાહુલે નોંધાવ્યો રેકોર્ડ

સેન્ચુરિયનઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અત્યારે ટેસ્ટ મેચ રમાઈ રહી છે, જેમાં આજે બીજા દિવસે ભારત ઓલઆઉટ થયા પછી પાંચ વિકેટ સાથે દક્ષિણ આફ્રિકાએ મજબૂત ઈનિંગ રમ્યું હતું. પાંચ વિકેટ દક્ષિણ આફ્રિકાએ 256 રનનો સ્કોર કર્યા પછી બેડ લાઈટ્સને કારણે બીજા દિવસની રમતને રોકવામાં આવી હતી. આફ્રિકા વતીથી ડીન અલ્ગરે શાનદાર સદી કરી હતી, જ્યારે આફ્રિકામાં ભારતીય ખેલાડી કેએલ રાહુલે સદી કરીને રેકોર્ડ તોડ્યો હતો.

ભારત સામેની પ્રથમ ટેસ્ટનો બીજો દિવસ સાઉથ આફ્રિકાના નામે રહ્યો હતો. સાઉથ આફ્રિકાએ પહેલા દાવ (લખાય છે ત્યારે) 66 ઓવરમાં પાંચ વિકેટના નુકસાન પર 256 રન કરી લીધા હતા. આ સાથે સાઉથ આફ્રિકાએ પ્રથમ દાવમાં 11 રનની લીડ મેળવી લીધી હતી. ડીન એલ્ગરે શાનદાર બેટિંગ કરતા સદી ફટકારી હતી. તે 211 બોલમાં 140 રન ફટકારી રમતમાં છે, જ્યારે આ અગાઉ સાઉથ આફ્રિકાની પહેલી વિકેટ એડન માર્કરમના રૂપમાં પડી હતી. માર્કરામ 17 બોલમાં 5 રન કરીને આઉટ થયો હતો.

એના સિવાય દક્ષિણ આફ્રિકાની બીજી વિકેટ ટોની ડી જ્યોર્જીના રૂપમાં પડી હતી. જસપ્રીત બુમરાહે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. જ્યોર્જીએ 28 રન કર્યા હતા. બાદમાં મોહમ્મદ સિરાજે ડેવિડ બેડિંગહામને બોલ્ડ કર્યો હતો. ડેવિડ બેડિંગહામે 87 બોલમાં 56 રન ફટકાર્યા હતા. પ્રસિદ્ધ કૃષ્ણાએ કાઇલ વેરિનને આઉટ કર્યો હતો. કાઇલ વેરિને 7 બોલમાં 4 રન કર્યા હતા.

અગાઉ ભારતીય પ્રથમ દાવમાં 245 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી. કેએલ રાહુલે શાનદાર સદી ફટકારી હતી. રાહુલે 137 બોલનો સામનો કરીને 101 રન ફટકાર્યા હતા. સેન્ચુરિયન પાર્કમાં રમાઈ રહેલી આ મેચમાં કેએલ રાહુલે રેકોર્ડ બ્રેક ઇનિંગ રમીને સદી ફટકારી હતી. સેન્ચુરિયનમાં રાહુલની આ બીજી ટેસ્ટ સદી હતી. રાહુલે અહીં સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારવાના મામલે વિરાટ કોહલીને પાછળ પાડી દીધો છે. આ સાથે જ તેના નામે બીજા કેટલાય રેકોર્ડ્સ નોંધાવ્યા હતા. ભારતે પ્રથમ ઇનિંગમાં ઓલઆઉટ થતાં સુધીમાં 245 રન કર્યા હતા.

ભારત માટે પ્રથમ દાવમાં રાહુલ છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. આ દરમિયાન તેણે 137 બોલનો સામનો કર્યો અને 101 રન કર્યા હતા. આ દરમિયાન તેણે 14 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. સેન્ચુરિયનમાં રાહુલની આ બીજી ટેસ્ટ સદી હતી.

અહીં ભારત તરફથી બેટિંગ કરતી વખતે તે એક ઇનિંગ્સમાં સૌથી વધુ રન કરનાર વિકેટકીપર બેટ્સમેન બની ગયો છે. રાહુલે 101 રન કર્યા હતા. આ પહેલા ઋષભ પંતે અણનમ 100 રન કર્યા હતા. સેન્ચુરિયનમાં ટેસ્ટ સદી ફટકારનાર રાહુલ ત્રીજો ખેલાડી છે. તેણે અહીં સૌથી વધુ સદી ફટકારવાના મામલે કોહલી અને સચિન તેંડુલકરને પાછળ પાડી દીધા છે. સચિન અને કોહલીએ એક-એક સદી ફટકારી છે. કોહલીએ 2018માં સદી ફટકારી હતી. સચિને 2010માં સદી ફટકારી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button