સાબરમતી રિવરફ્રન્ટ પરના ફ્લાવર શૉમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું ભવ્ય સ્કલ્પચર તૈયાર
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેરના ફ્લાવર શૉ નવું નજરાણું ઉમેરાયું છે. જેમાં સંસદ ભવન અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ભવ્ય સ્કલ્પચર જોવા મળશે. હવે માત્ર ફ્લેવર શૉને ત્રણ જ દિવસ બાકી છે. રાત દિવસ હજારો લોકો દ્વારા પુરજોશમાં ફ્લેવર શૉની તૈયારી ચાલી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરના ફ્લેવર શૉમાં ૧૫૦ કરતા
વધુ પ્રજાતિના સાત લાખ ફૂલ જોવા
મળશે.
ફલાવર શૉમાં મનપા દ્વારા વિશ્ર્વની સૌથી લાંબી ૪૦૦ મીટર લંબાઈની ફલાવર સ્ટ્રક્ચર બનાવવાનું આયોજન કરાયું છે. ફલાવર શૉમાં નવા સંસદ ભવન, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, વાઈબ્રન્ટ સમિટ હશે. ફલાવર શૉનો પ્રવેશ દ્વાર વડનગરના તોરણ થીમ પર જોવા મળશે. વિદેશના ફલાવર પણ લોકોના આકર્ષક માટે મુકાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તા.૩૦મી ડિસેમ્બરથી શરૂ થનારા ફ્લાવર શૉ માટે એએમસી દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. આ વર્ષનો ફ્લાવર શૉ ખાસ બની રહેશે.
આ વર્ષના ફ્લાવર શૉમાં દેશ-વિદેશના અવનવા ફૂલોની વેરાયટી જોવા મળશે. ૧૨ વર્ષથી નાનાં બાળકો માટે એન્ટ્રી ફ્રી રહેશે. ૩૦ ડિસેમ્બરથી ૧૫ જાન્યુઆરી સુધી ૧૭ દિવસ સુધી ફ્લાવર શૉ ચાલશે. ૧૨ વર્ષથી ઉપરના લોકો માટે સોમવારથી શુક્રવારે ૫૦ રૂપિયા પ્રવેશ ફી રાખવામાં આવી છે. વર્ષ ૨૦૧૩થી અમદાવાદમાં ફ્લાવર શૉનું આયોજન થાય છે.