આપણું ગુજરાત

સુરતમાં બેફામ બીઆરટીએસ સામે લગામ અકસ્માત બાદ એજન્સી સામે પણ ગુનો નોંધાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સુરત શહેરમાં કતારગામમાં થયેલા બીઆરટીએસ બસ અકસ્માત બાદ આખરે સુરત મનપા જાગી છે અને તાત્કાલિક ધોરણે પાલિકા મેયર, પાલિકા કમિશનર અને સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ડ્રાઈવર અને ક્ધડકટરની લાયકાત નક્કી કરવાની સૂચના અપાઈ છે. સૌથી મહત્ત્વની બાબત એ નક્કી કરાઈ છે કે, હવે કોઈ પણ પ્રકારનો અકસ્માત થશે, તો માત્ર ડ્રાઈવર જ નહીં, પરંતુ એજન્સી સામે પણ ગુનો દાખલ થશે. આ ઉપરાંત વિજીલન્સની ટીમને બ્રેથ એનેલાઈઝર દ્વારા ડ્રાઈવર અને ક્ધડકટરની તપાસ કરી રોજબરોજનો રિપોર્ટ બનાવી જવાબદાર અધિકારી મારફત રજૂ કરવામાં આવશે. જો કોઈ નશાની હાલતમાં પકડાય તો પોલીસ ફરીયાદ કરાશે. તેમજ જો કર્મચારીઓને ઓછા પગાર અપાશે તો, જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરમાં વધતા જતા બીઆરટીએસ બસ અકસ્માત બાદ આખરે સુરત મનપા જાગી છે અને સાવચેતીના અન્ય નિયમો પણ નક્કી કરાયા છે. જેમાં ડ્રાઈવર અને ક્ધડકટરને સાત દિવસમાં મેડિકલ ફિટનેસના સર્ટિફિકેટ મેળવાનું રહેશે. તેમ જ ફિટનેસના સર્ટિફિકેટ સ્મીમેર હોસ્પિટલના જવાબદાર નિયત ડોક્ટર પાસેથી મેળવી રજૂ કરવાનું રહેશે. તો સાથે જ સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી હાલનું કેરેકટર સર્ટિફિકેટ પણ સાત દિવસમાં રજૂ કરવાનું રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button