નેશનલસ્પેશિયલ ફિચર્સ

શિયાળામાં સૂપરફૂડ છે આ વસ્તુ, આજથી જ ખાવાનું શરુ કરી દો અને મેળવો Benefits…

અત્યારે સરસમજાની ગુલાબી ઠંડી જામી રહી છે અને આ શિયાળામાં જ લોકો આખું વરશ ફિટ એન્ડ ફાઈન રહેવા માટેના બનતા બધા પ્રયાસો કરતાં હોય છે. એમાં પણ શિયાળામાં ખવાતા પાક, શાકભાજીનું તો ખાસ ખ્યાલ રાખવામાં આવે છે. આજે અમે અહીં આવા જ એક સુપર ફૂડ વિશે તમારા માટે માહિતી લઈને આવ્યા છીએ. શિયાળામાં ગોળ ખાવાનું ખૂબ જ ફાયદાકારક હોય છે એ વાત તો આપણે આપણા વડીલો પાસેથી સાંભળી જ હશે અને આજે અમે અહીં તમારા માટે આ જ સુપર ફૂડ શિયાળામાં ખાવાથી શું-શું ફાયદા થઈ શકે છે એના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

⦁ શિયાળામાં ગોળનું સેવન કરવાથી બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે. તમારી જાણ માટે કે ગોળમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન સહિતના અનેક પોષક તત્વો જોવા મળે છે. આ ઉપરાંત ગોળ એ એન્ટીઓક્સિડેન્ટ અને બળતરા વિરોધી ગુણોથી ભરપૂર હોય છે. બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ગોળનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. રોજ ખાલી પેટે ગોળ ખાવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. જેમને પણ બ્લડ પ્રેશર સંબંધિત સમસ્યા હોય તેમણે શિયાળામાં અવશ્ય ગોળનું સેવન કરવું જોઈએ.

⦁ આગળ વધીએ અને ગોળના સેવનના બીજા ફાયદા વિશે વાત કરીએ તો જે લોકોમાં લોહીની અછત એટલે કે એનિમિયાની સમસ્યા જોવા મળતી હોય તેમણે તો ખાસ ગોળનું સેવન કરવું જોઈએ. ગોળમાંથી આયર્ન અને ફોલેટ વિપુલ પ્રમાણમાં મળી આવે છે અને આ બંનેને કારણે શરીરમાં રહેલી આયર્નની ઉણપ પણ દૂર થાય છે.

⦁ શિયાળામાં ઘણી વખત આપણે લોકો સુસ્તી કે આળસ અનુભવતા હોઈએ છીએ. જો તમારી સાથે પણ આવું બનતું હોય છે તો તમારે ગોળ ખાવું જોઈએ, કારણ કે ગોળમાંથી કાર્બોહાઈડ્રેટ મળે છે. આ કાર્બોહાઈડ્રેટ શરીરમાંથી આળસ અને થાક દૂર કરે છે અને ઈન્સ્ટન્ટ એનર્જી આપે છે. રોજ સવારે ખાલી પેટે ગોળનું સેવન કરવાથી શરીર સ્ફૂર્તીલુ રહે છે.

⦁ લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ થિંગ એટલે રોજ ગોળનું સેવન કરવાથી પેટ સંબંધિત બીમારીઓ જેવી કે અપચો, કબજિયાત, પેટનો દુખાવો દૂર રહે છે.આ વસ્તુઓનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને સાથે જ શરીરમાં પણ ગરમાવો જળવાઈ રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button