સ્પેશિયલ ફિચર્સ

આ ઢોસાનો ભાવ સાંભળીને ખાવાનું ભૂલી જશો

દેશભરના લોકોની મનપસંદ વાનગી એટલે સાઉથ ઇન્ડિયન વાનગી. ઢોસા હોય કે ઇડલી હોય કે પછી મેદુ વડા હોય દરેક જણ એને પ્રેમથી આરોગતા હોય છે. ઇડલી-ઢોસા તો બીમાર લોકો માટે ખાવા માટે યોગ્ય હોય છે વૃદ્ધ લોકોને પણ આ વાનગીઓ પ્રિય હોય છે. પણ શું તમે વિચારી શકો છો કે એક સાદા ડોસાની કિંમત કેટલી હોઇ શકે? તમે કહેશો કે બહુ બહુ તો સો -દોઢસો રૂપિયા હોઇ શકે. પણ ના, આ ઢોસો જો તમને 600 રૂપિયાના ભાવે મળે તો! તમે એમ જ વિચારશોને કે આ તો ખુલ્લી લૂંટ ચલાવવામાં આવી રહી છે. હા, આ ખુલ્લી લૂંટ જ છે. અને આવી ખુલ્લી લૂંટ થઇ રહી છે મુંબઇ એરપોર્ટ પર. જોકે , દેશભરના એરપોર્ટ પર ખાણીપીણીની બાબતમાં લોકોને રીતસરના લૂંટવામાં જ આવતા હોય છે. હવે એવું જાણવા મળ્યું છે કે મુંબઈ એરપોર્ટની એક રેસ્ટોરન્ટમાં ઢોંસા રૂ. 600 થી 640ના ભાવે વેચાઈ રહ્યા છે.

એક યૂઝરે મુંબઈ એરપોર્ટ પરનો એક વીડિયો શેર કરીને જણાવ્યું હતું કે મુંબઈ એરપોર્ટની રેસ્ટોરન્ટમાં વેચાતા આ ઢોંસા કરતા સોનું સસ્તું લાગે છે. આ ઢોસામાં કશું સ્પેશિયલ નથી, છતાં પણ તેને આટલા ઊંચા ભાવે વેચવવામાં આવી રહ્યો છે. પોસ્ટમાં એરપોર્ટની રેસ્ટોરન્ટનું મેનુ પણ આપવામાં આવ્યું છે, જેમાં છાશ સાથે ઢોસો 600 રૂપિયામાં અને કોફી સાથે 620 રૂપિયામાં વેચાય છે, જ્યારે બેન્ને ખલી ઢોંસા 640 રૂપિયામાં વેચાઈ રહ્યા છે.

અન્ય એક યુઝરે એવી ટિપ્પણી કરી હતી કે અમારે ત્યાં ઢોસા 40 રૂપિયામાં મળે છે. હું ભૂખ્યો રહીશ પણ અહીંથી ઢોસો નહીં ખાઉં. 600-700 રૂપિયામાં તો દાળ અને ચોખા લાવીને ડોસા બનાવીને 50 લોકોને ખવડાવી શકાય. આ લૂંટ છે. વીડિયોને અત્યાર સુધીમાં એક કરોડથી વધુ વખત જોવામાં આવ્યો છે અને 1.6 લાક યુઝર્સે તેને શેર પણ કર્યો છે. તમે પણ માણો આ વીડિયો….

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button