આપણું ગુજરાત

કચ્છના પ્રવાસમાં કાફલો અધવચ્ચે અટકાવી સીએમ ભૂપેન્દ્ર પટેલે ચાની મજા માણી

કચ્છ: રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અવારનવાર તેમના પ્રવાસોમાં સામાન્ય લોકો સાથે જોડાવાનો પ્રયાસ કરતા હોય છે. ઘણીવાર તેઓ જાહેર કાર્યક્રમોમાં, તથા રસ્તા વચ્ચે તેમનો કાફલો અટકાવીને પણ સ્થાનકો, બાળકો સાથે વાર્તાલાપ કરતા હોય છે. ત્યારે હાલના તેમના કચ્છના પ્રવાસ દરમિયાન પણ તેઓ અન્ય નેતાઓ સાથે ચાની કિટલી પર ચા પીતા અને સ્થાનિકો સાથે હળવાશની પળો માણતા જોવા મળ્યા હતા.

કચ્છના ખાવડા જંક્શન પાસે તેમણે તેમનો કાફલો અધવચ્ચે અટકાવી ચાની કિટલી પર ગયા હતા, જ્યાં તેમણે અને તેમની સાથેના અન્ય અધિકારીઓએ પણ ચાની ચુસ્કીનો આનંદ માણ્યો હતો. CMને એક સામાન્ય માણસની જેમ રસ્તા પર ચાની કિટલીએ ચા પીતા જોઈ લોકો તેમની આ સાદગીથી અભિભૂત થયા હતા. આ ઉપરાંત સીએમ ભૂપેન્દ્ર પટેલે તેની કેટલીક તસવીરો પણ તેમના સોશિયલ મીડિયા પર શેર કરી છે.

ખાવડા ત્રણ રસ્તા પાસે એક ચાની લારી પર પહેલીવાર કારનો કાફલો ઊભો રહી ગયેલો જોતા સ્થાનિકોમાં પણ આશ્ચર્ય જોવા મળ્યું હતું. મુખ્યપ્રધાન, તેમના સિક્યોરિટી જવાનો અને અન્ય સરકારી અધિકારીઓ વારાફરતી કારમાંથી નીચે ઊતર્યા હતા અને એક લારી પર ચાનો ઓર્ડર આપી અન્ય લોકો સાથે વાતો કરી તેમના હાલચાલ પણ પૂછ્યા હતા. આમ, પ્રોટોકોલ સાઇડ પર મુકીને સીએમનો અનોખો અંદાજ લોકોને જોવા મળ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button