‘ધ આર્ચીઝ’ ન તો મને ગમી, ન તો મારી પુત્રીને.. જાણો કયા અભિનેતાએ આવું કહી દીધું?
આ વર્ષે ઘણા સ્ટાર કિડ્સે ફિલ્મ ‘ધ આર્ચીઝ’થી બોલીવુડમાં પદાર્પણ કર્યું છે. આ ફિલ્મથી બોલિવૂડ સ્ટાર કિડ્સ સુહાના ખાન, ખુશી કપૂર અને અગસ્ત્ય નંદાએ ડેબ્યૂ કર્યું છે. પ્રખ્યાત નિર્દેશક અને ગીતકાર જાવેદ અખ્તરની પુત્રી ઝોયા અખ્તરે આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. જો કે રિલીઝ બાદથી આ ફિલ્મને મિશ્ર પ્રતિભાવો મળી રહ્યા છે.
બોલીવુડના ઘણા ફિલ્મ સ્ટાર્સે આ ફિલ્મને લઇને પોતાના રિવ્યુ આપ્યા હતા, જેમાં અભિનેતા મનોજ બાજપેયીએ પણ જણાવ્યું છે કે આ ફિલ્મ વિશે તેનું શું માનવું છે.
તાજેતરમાં અભિનેતા મનોજ બાજપેયીએ એક અંગ્રેજી વેબસાઇટ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ન તો તેને અને ન તો તેની પુત્રી અવા નૈલાને આ ફિલ્મ ગમી હતી. ઇન્ટરવ્યુ દરમિયાન ફિલ્મ ‘ધ આર્ચીઝ’ વિશે મનોજ બાજપેયીએ એક મોટી વાત કહી દીધી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમની પુત્રી એવા નૈલાને આ ફિલ્મ પસંદ આવી નહોતી, ઉલટાનું તે આ ફિલ્મ જોઇને ભડકી ગઇ હતી.
મનોજે કહ્યું, “મારી પુત્રી ‘ધ આર્ચીઝ’ જોઈ રહી હતી, આજકાલ મોટાભાગના બાળકો અંગ્રેજીમાં બોલે છે, પણ હું મારી દીકરીને તે હિન્દી બોલે એટલે ઠપકો આપું છું. મેં તેને પૂછ્યું હતું કે તેને ‘ધ આર્ચીઝ’ કેવી રીતે ગમ્યું, તો તેણે જવાબ આપ્યો હતો કે ‘ઠીક છે’.
મનોજ બાજપેયીએ વધુમાં જણાવ્યું હતું કે, “ત્યાં સુધીમાં મેં આ ફિલ્મ 50 મિનિટ સુધી જોઈ લીધી હતી. આર્ચીઝ મારા બાળપણનો ભાગ ન હતો. હું આ જોઈને મોટો થયો નથી. હું તો મોટું પતલુ અને રામ બલરામને જોતો હતો. પણ મને ‘ધ આર્ચીઝ’માંથી વેરોનિકા અને બેટ્ટી યાદ છે. આ ફિલ્મ જોયા પછી મેં મારી દીકરીને કહ્યું કે તેણે હિન્દીમાં વાત કરવી જોઈએ. પરંતુ મારી પુત્રીએ તેને ટપારવા બદલ મને ઠપકો આપ્યો.” તેમ મનોજે જણાવ્યું હતું.