મનોરંજન

આમિરની દીકરીની વેડિંગ સેરેમનીમાં આ કોણ છવાઈ ગયું?

બોલીવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનના ઘરે નવા વર્ષમાં શરણાઈઓના સૂર રેલાશે, કારણ કે તેની લાડકવાયી દીકરી ઈરા ટૂંક સમયમાં જ લગ્નબંધનમાં બંધાઈ જવા રહી છે. 26 વર્ષીય ઈરા પોતાના લોન્ગટર્મ બોયફ્રેન્ડ નૂપુર શિખર સાથે લગ્ન કરવા જઈ રહી છે અને 2023માં જ બંને જણે સગાઈ કરી હતી. ત્રીજી જાન્યુઆરીના ઈરા અને નૂપુર કાયમ માટે એકબીજાના થઈ જશે અને પ્રિ-વેડિંગ ફંક્શન્સ અત્યારે જ શરૂ થઈ ગયા છે અને આ પ્રિ-વેડિંગ ફંક્શનમાં જ આમિરની લાડકવાયી સિવાય કોઈ બીજું પણ છવાઈ ગયું હતું અને કોઈ બીજું એ આમિરની એક્સ વાઈફ કિરણ રાવ છે.

કિરણ રાવ પણ ઈરાના વેડિંગ ફંક્શનમાં હાજરી આપવા પહોંચી હતી. ઈરાએ પોતાના વેડિંગ ફંક્શના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો અને આ વીડિયોમાં ઈરા અને નૂપુર પોતાના સંબંધીઓ સાથે મહારાષ્ટ્રીયન ફૂડ એન્જોય કરી રહ્યા છે. ઈરાએ કેટલાક ફોટો પણ શેર કર્યા છે જેમાં તે સાડીમાં જોવા મળી રહી છે. કાનમાં ઝૂમખા, માથા પર બિંદી અને ખૂલા વાળમાં ઈરા એકદમ પ્રિન્સેસ જેવી દેખાઈ રહી છે.

જ્યારે દુલ્હેરાજાની વાત કરીએ તો નૂપુરે રેડ કલરના કૂર્તા સાથે બ્લેક સલવાર અને નહેરુ જેકેટ સાથે પોતાના લૂકને કમ્પલિટ કર્યું હતું. આમિર ખાન ખુદ પોતે દીકરીના લગ્ન માટે ખાસ તૈયારીઓ કરી રહી રહ્યો છે અને ફેન્સ પણ ઈરાને દુલ્હનના જોડામાં જોવા માટે ખૂબ જ આતુર છે.

જોકે, આ બધા વચ્ચે પણ ઈરા અને નૂપુર કરતાં જો કોઈ વધારે આ ઈવેન્ટમાં થવાયું હોય તો તે છે આમિર ખાનની એક્સ વાઈફ કિરણ રાવ. કિરણ રાવ પણ દીકરીના લગ્નમાં હાજરી આપવા પહોંચી હતી અને તેણે પોતાની હાજરીથી લાઈમલાઈટ ચોરી લીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button