સુનેહરી બાગ મસ્જિદને હટાવવા અંગે લોકોનો અભિપ્રાય માંગ્યો, ત્યારે મૌલાનાએ ગુસ્સે થઈને પીએમ મોદીને પત્ર લખ્યો કે………
નવી દિલ્હી: જમીયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના મહમૂદ અસદ મદનીએ દિલ્હીના રાજપથમાં સુનેહરી બાગ મસ્જિદને હટાવવા અંગે પીએમ મોદીને પત્ર લખીને સખત વાંધો વ્યક્ત કર્યો હતો. નોંઘનીય છે કે અગાઉ થોડા સમય પહેલા નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલે સુનેહરી બાગ મસ્જિદને હટાવવા અંગે લોકો પાસેથી સૂચનો માંગ્યા હતા. ત્યારે મૌલાના મહમૂદ અસદ મદની એ બાબતને લઇને ગુસ્સે થયા કે આ અમારી ધરોહર છે. અને તેને ત્યાં રાખવી કે નહિ તેના માટે લોકો પાસેથી સૂચનો કેમ માંગવામાં આવ્યા એ ત્યાં જ રહેવી જોઇએ.
એનડીએમસીએ 24 ડિસેમ્બરના રોજ એક નોટિફિકેશન બહાર પાડ્યું જેમાં જણાવવામાં આવ્યું હતું કે લોકોએ 1 જાન્યુઆરી સુધીમાં તેમના સૂચનો સબમિટ કરવાના રહેશે કે આ સુનેહરી મસ્જિદ સ્થળ બદલવું જોઇએ કે નહિ તે વિશે પૂછવામાં આવ્યું હતું. આ નોટિફિકેશન અંગે મૌલાના મદનીએ પીએમને સંબોધતા એક પત્ર લખ્યો જેમાં જણાવવામાં આવ્યું હતું કે અમે એનડીએમસીના આ નોટિફિકેશન સામે વાંધો વ્યક્ત કરીએ છીએ કે જેમાં લોકો પાસેથી અભિપ્રાય માંગવામાં આવ્યો છે. જો કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમારા વારસાને ગંભીર નુકસાન થશે.
મૌલાના મહમૂદ અસદ મદનીએ પત્રમાં એમ પણ લખ્યું છે કે આ મસ્જિદ છેલ્લા બસો વર્ષથી દિલ્હીમાં સ્થાપિત છે, જે આપણા દેશની સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહરનું ઉદાહરણ છે. આ મસ્જિદ ફક્ત નમાજનું સ્થળ જ નહીં પરંતુ હેરિટેજ સ્થળ પણ છે. મૌલાના મહમૂદના જણાવ્યા અનુસાર ઓક્ટોબર 2009માં એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં આ મસ્જિદને ગ્રેડ-3 હેરિટેજ સાઇટ્સમાંની એક જાહેર કરવામાં આવી હતી.
તેમણે ગૃહ પ્રધાન અમિત શાહને અપીલ કરી અને કહ્યું હતું કે તમે જાતે જ આ બાબતનું ધ્યાન રાખો અને મસ્જિદ સુનેહરી બાગની સુરક્ષા માટે જરૂરી પગલાં લો. આ ઘટના બાદ જમીયત-ઉલેમા-હિંદે પણ મસ્જિદની મુલાકાત લીધી હતી. જો કે એનડીએમસી દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યા બાદ 300 જેટલા સૂચનો મેઇલ દ્વારા મળ્યા હતા.