નેશનલ

છેલ્લા બે વર્ષમાં 78 ટકા પ્રવાસીઓને એરલાઇન્સ સાથે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો

નવી દિલ્હીઃ હાલમાં જ્યારે હવાઈ ભાડાં અને સ્થાનિક હવાઈ ટ્રાફિકમાં વધારો થયો છે, ત્યારે ભારતીય કેરિયર્સ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાની ગુણવત્તા અને સલામતીના ધોરણો નીચા ગયા છે, એમ એક સર્વેક્ષણના તારણોમાં જાણવા મળ્યું છે. 2023 માં એરલાઇન મુસાફરોના અનુભવને જાણવા માટે, એક રાષ્ટ્રીય એરલાઇન દ્વારા પેસેન્જર સેન્ટિમેન્ટ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વેક્ષણના તારણોમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા બે વર્ષમાં ભારતીય એરલાઇન્સ સાથે ઉડતી વખતે મોટા ભાગના ભારતીય પ્રવાસીઓને સમસ્યાઓનો સામનો કરવાનો વારો આવ્યો હતો. સર્વેક્ષણ કરાયેલા દસમાંથી લગભગ આઠ મુસાફરોએ જણાવ્યું હતું કે તેમને એક અથવા વધુ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. મુસાફરોએ ભારતમાં વધતા હવાઈ ભાડા અને સ્થાનિક હવાઈ ટ્રાફિક અંગે ચિંતા પણ વ્યક્ત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે ભારતીય કેરિયર્સ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાની ગુણવત્તા સલામતીના ધોરણોની સાથે નીચે ગઈ છે.

વિમાની મુસાફરી કરતા 88% લોકો માને છે કે ભારતીય એરલાઇન્સ મુસાફરોના આરામ અને સુરક્ષા સાથે સમાધાન કરી રહી છે. સર્વેક્ષણમાં બોર્ડિંગ અને ચેક-ઇન પ્રક્રિયામાં સમસ્યાઓ, સામાનનું સંચાલન, સમયસર માહિતીની વહેંચણી, ફ્લાઇટમાં વિલંબ અને એરલાઇન સ્ટાફના વર્તન, ઇન-ફ્લાઇટ સેવાઓ, બોર્ડિંગ, ચેક-ઇન, સામાનની પ્રક્રિયાઓ અને સીટો સહિતની એરક્રાફ્ટની નબળી આંતરિક બાબતો જેવા ચોક્કસ મુદ્દાઓ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. સર્વેમાં જાણવા મળ્યું છે કે 88 ટકા મુસાફરો માને છે કે એરલાઇન્સ મુસાફરોની સુવિધા સાથે સમાધાન કરી રહી છે. સર્વે કંપનીને દેશના 284 જિલ્લાઓમાં મુસાફરો તરફથી 25,000 થી વધુ પ્રતિસાદ મળ્યા છે. સહભાગીઓ ટાયર-1 અને ટાયર-2 શહેરો તેમજ ગ્રામીણ વિસ્તારોમાં રહેતા હતા. ફ્લાયર્સની ફરિયાદોમાં થયેલા વધારાને પગલે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.

છેલ્લા બે વર્ષમાં મુસાફરોને જે અન્ય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો તેમાં ફ્લાઇટમાં વિલંબ અને એરલાઇન સ્ટાફની વર્તણૂક જેવી સમસ્યાનો સમાવેશ થાય છે. દેશના 284 જિલ્લાઓમાં મુસાફરો તરફથી 25,000 થી વધુ પ્રતિસાદ મળ્યા હતા. આ સર્વેમાં ભાગ લેનાર સહભાગીઓ ટાયર-1 અને ટાયર-2 નગરો તેમજ ગ્રામીણ વિસ્તારોમાં ફેલાયેલા હતા. ફ્લાયર્સની ફરિયાદોમાં થયેલા વધારાને પગલે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…