નેશનલ

આ જિલ્લાના નાયબ તહસીલદાર કેમ બન્યા મુસ્લિમ?

હમીરપુર: ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાં તહેનાત નાયબ તહસીલદાર આશિષ ગુપ્તાએ ધર્મ પરિવર્ન કર્યું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. તેઓ સતત બે દિવસથી નમાઝ પઢવા માટે મસ્જિદમાં જતા હોવાની માહિતી મળતા જિલ્લા પ્રશાસને મામલાની તપાસ તહસીલદારને સોંપી છે. આશિષ ગુપ્તામાંથી મોહમ્મદ યુસુફ બનાનર નાયબ તહસીલદાર વિશે એવી પણ ચર્ચા છે કે તેમને મુસ્લિમ યુવતી સાથે લગ્ન કર્યા છે. જો કે તહસીલદારે કહ્યું હતું કે ઉર્દૂ શીખવા માટે મસ્જિદમાં જાય છે તેવી કોઈ વાત તેમના ધ્યાન પર આવી નથી. તેમજ નાયબ તહસીલદારે ધર્મ પરિવર્તનની વાતને નકારી કાઢી છે.

હમીરપુર જિલ્લાના મૌદહા શહેરમાં આવેલી કચરિયા બાબા મસ્જિદમાં બે દિવસથી અજાણ્યા વ્યક્તિને નમાજ પઢવા આવતો જોઇને લોકોએ પૂછપરછ શરૂ કરી હતી. તેણે પોતાનું નામ મોહમ્મદ યુસુફ જણાવ્યું હતું. જે કાનપુરનો રહેવાસી છે. પરંતુ જ્યારે તેણે પોતે મૌદહા તહસીલના નાયબ તહસીલદાર હોવાનો ખુલાસો કર્યો, ત્યારે લોકો ચોંકી ગયા હતો. કોઈપણ વિવાદ ના થાય તે માટે મસ્જિદના મુએઝિન મોહમ્મદ મુશ્તાકે અધિકારીઓને જાણ કરી હતા. આ ઘટનાની તપાસ કરવા તસીલદાર ઘટના સ્થળે પહોંચી ગયા હતા.


તહેસીલદારે સ્થળ પર હાજર અનેક લોકોના નિવેદનો નોંધ્યા હતા અને તેમની સહી પણ કરાવી હતી. લોકોએ જણાવ્યું હતું કે તે મોહમ્મદ યુસુફ નહીં પરંતુ આશિષ ગુપ્તા છે જે સ્થાનિક તહસીલમાં નાયબ તહસીલદારની પોસ્ટ પર કામ કરે છે. આશિષ ગુપ્તા કાનપુરનો રહેવાસી છે. પરિણીત હોવા ઉપરાંત તેને બે બાળકો પણ છે. ત્યારે એવી ચર્ચા જાણવા મળી હતી કે આશિષ ગુપ્તાએ હાલમાં જ મૌદહા તહસીલ વિસ્તારમાં એક મુસ્લિમ યુવતી સાથે લગ્ન કર્યા છે. અને ત્યારબાદ તે મસ્જિદમાં નમાઝ પઢવા આવવા લાગ્યો.


તહસીલદાર બલરામ ગુપ્તાએ જણાવ્યું હતું કે આશિષ ગુપ્તા બે દિવસથી મસ્જિદ ગયા હતા. અમને જાણવા મળ્યું છે તે પ્રમાણે કદાચ તેમણે કોઈની સાથે ઉર્દૂ શીખવાની વાત કરી હતી. પરંતુ નમાઝ અદા કરવાનો મુદ્દો તેમના ધ્યાનમાં આવ્યો નથી. નોંધનીય છે કે આશિષ ગુપ્તા 2 સપ્ટેમ્બર 2023થી તહેસીલમાં કાર્યભાર સંભાળે છે. જો કે બજરંગ દળના પૂર્વ જિલ્લા સંયોજક આશિષ સિંહનું કહેવું છે કે નાયબ તહસીલદારે ધર્મ પરિવર્તન કર્યું છે. જેની નમાઝ અદા કરતી વખતેનો ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે. જેનો અમે વિરોધ કરીએ છીએ અને સરકાર પાસે કાર્યવાહીની માંગ કરીએ છીએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button