નેશનલ

હવેથી તમારા ફીટનેસ આઈકૉન પાનીદેવીને બનાવજો જેમણે 92 વર્ષની ઉંમરે

અલવરઃ જિમમાં જઈને બે પુશ મારતા કે ડમ્બેલ ઉપાડતા, કેટલાય ડાયેટ પ્લાન પ્રમાણે ચાલતા, દવાઓ કે ઈન્જેક્શન લેતા અને પછી જનતાની સામે ફીટ એન્ડ ફાઈન દેખાતા ફિલ્મસ્ટાર જેવી ફિટનેસ બનાવવા કરતા આજે પણ 70,80, કે 90ની ઉંમરે યોગ્ય માત્રામાં ભોજન લેતા, ખેતરોમાં કામ કરતા અને કિલોમીટર સુધી ચાલીને માથે પાણીના ઘડા ભરી લાવતા લોકો જેવી ફીટનેસ સારી નહીં? તો પછી આજથી તમારા ફીટનેસ આઈકૉન આ પાનીદેવીને બનાવજો જેમણે 92 વર્ષની ઉંમરે ડિસ્કથ્રો સ્પર્ધા જીતી અને જેમની સ્ફૂર્તી જોઈને આયોજકો અને દર્શકો પણ હેરાન થઈ ગયા.

વાત છે રણપ્રદેશ રાજસ્થાનના અલવરની. અહી રાજર્ષિ મહાવિદ્યાલયના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે રાજ્ય કક્ષાની માસ્ટર્સ એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વૃદ્ધ ખેલાડીઓએ બતાવેલી ફિટનેસ જોઈને યુવાનો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ દરમિયાન બિકાનેરની 92 વર્ષીય પાનીદેવીએ ડિસ્ક ફેંકીને લોકોને ચોંકાવી દીધા હતા.


પાનીદેવીએ ડિસ્ક થ્રોની સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ફિટનેસની વાત કરીએ તો પાનીદેવી 92 વર્ષની ઉંમરમાં પણ એકદમ સ્વસ્થ છે.

92 વર્ષની ઉંમરે પણ પાનીદેવી સવાર-સાંજ પોતાનું કામ જાતે જ કરે છે. જોકે તેમને ઓછું સંભાળાઈ છે, પરંતુ તેની ફિટનેસ વખાણવાલાયક છે. રમતગમતમાં રસ હોવાને કારણે તેનું શરીર ખડતલ છે. જોકે પાનીબેન એક જ નહીં પણ આવા ઘણા વૃદ્ધ ખેલાડીના કરતબ જોઈ સૌ કોઈ ચોંકી ગયા હતા. રાજર્ષિ મહાવિદ્યાલય, અલવરમાં રાજ્ય કક્ષાની માસ્ટર્સ એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ સ્પર્ધામાં 30 થી 92 વર્ષની વયના પુરૂષ અને મહિલા ખેલાડીઓએ ભાગ લીધો હતો.આ સ્પર્ધામાં વયોવૃદ્ધ ખેલાડીઓએ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું. તેને જોઈને યુવાનો પણ ચોંકી ઉઠ્યા હતા. આ સ્પર્ધા માટે 200 ખેલાડીઓએ અરજી કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button