નેશનલ

Dunki flight: એરલાઇન કંપનીના વકીલનો દાવો, મોટાભાગના મુસાફરો પાસે રિટર્ન ટિકિટ હતી

નવી દિલ્હી: ભારતીયોને ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘુસાડવાના ઈરાદે નિકારાગુઆ જઈ રહેલી રોમાનિયાની એક એરલાઈન્સની ફ્લાઈટને ફ્રાન્સમાં ચાર દિવસ માટે ગ્રાઉન્ડ કરાયા બાદ ગઈ કાલે ભારત પરત ફરી હતી. એરલાઇનના વિમાનનો ઉપયોગ કથિત રીતે ‘માનવ તસ્કરી’ માટે કરવામાં આવ્યો હતો. એરલાઈન્સના વકીલે દાવો કર્યો હતો કે મોટા ભાગના લોકો પાસે રીટર્ન ટિકિટ હતી. વકીલનું કહેવું છે કે મોટાભાગના મુસાફરો પાસે નિકારાગુઆમાં હોટેલ બુકિંગ અને રિટર્ન ટિકિટ હતી.

જો કે, અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્લેનના 303 મુસાફરોમાંથી 299 ભારતીય હતા અને ફ્લાઇટમાં સવાર મુસાફરો માનવ તસ્કરીનો ભોગ બને તેવી શક્યતા હોવાની ટીપ-ઓફ બાદ પ્લેનને ગ્રાઉન્ડ કરવામાં આવ્યું હતું.


અહેવાલો મુજબ પ્લેન યુનાઇટેડ સ્ટેટ્સમાં વ્યક્તિઓની દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહેલા ક્રાઇમ સિન્ડિકેટ સાથે સંકળાયેલું હોઈ શકે છે. મધ્ય અમેરિકન દેશ નિકારાગુઆમાં ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરતા ભારતીયોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.


રોમાનિયા સ્થિત એરલાઇનના વકીલે જણાવ્યું હતું કે, જજ સમક્ષ મુસાફરોનો બચાવ કરનારા મારા સાથીઓએ મીડિયાને જણાવ્યું હતું કે તમામ મુસાફરોનો પાછા આવી ગયા છે. તેમની પાસે હોટેલ બુકિંગ અને રિટર્ન ટિકિટ હતી.
તેમણે જણાવ્યું હતું કે, “કંપનીના વિમાનો એક ગ્રાહક દ્વારા ભાડા પર લેવામાં આવ્યા હતા, જે એક વિદેશી કંપની છે. ફ્રાન્સમાં મારા સાથીદારોના જણાવ્યા અનુસાર, તેઓએ જે મુસાફરોનો બચાવ કર્યો હતો તેમાંના લગભગ તમામ પાસે રીટર્ન ટિકિટ અને હોટેલ રિઝર્વેશન હતું. ન્યાયાધીશે ફક્ત ત્રણ મુસાફરોની વાત સાંભળી.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button