નેશનલ

મહારાષ્ટ્રમાંથી લાકડું, રાજસ્થાનમાંથી પથ્થરો, દક્ષિણના પૂજારીઓ, ગુજરાતના આર્કિટેક્ટ્સ આખું ભારત રામ મંદિર બનાવવા માટે જોડાયું

અયોધ્યા: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 22 જાન્યુઆરીના રોજ પ્રભુ રામનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવનો છે. જોકે આ બાબત તો શું કોઈ જાણે છે. પણ શું તમે જાણો છો કે પ્રભુ રામનું મંદિર બનાવવા માટે ભારતના અલગ અલગ પ્રંતોમાંથી લોકો જોડાયા હતા. અયોધ્યાના પ્રભુ રામ જ્યાં બિરાજમાન થશે ત્યાં તમને દરેક કારીગરે આપેલું પોતાની સર્વશ્રેષ્ઠ યોગદાન જોવા મળશે. રાજસ્થાન, ઓડિશા અને મધ્યપ્રદેશના કારીગરોએ પથ્થરો કોતરવાના કામમાં લાંબા સમય સુધી ખંતપૂર્વક કામ કર્યું. તેમાં ઉપયોગમાં લેવાતા ગુલાબી રંગના રેતીના પથ્થરો રાજસ્થાનના ભરતપુરના વંશીપહાદપુર ગામથી મંગાવવામાં આવ્યા હતા. આ પત્થરો મંગાવવાનું ખાસ કારણ એ હતું કે આ ગુલાબી રંગના પત્થરો સૌથી મજબૂત માનવામાં આવે છે. ટેમ્પલ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે જણાવ્યું હતું કે કોઈને કોઈ રીતે આખો દેશ મંદિર નિર્માણના કામમાં જોડાયેલો છે.

મંદિરના ગર્ભગૃહની વાત કરીએ તો સૌથી પહેલા તમારી નજર મંદિર ના 14 દરવાજા પર જશે. જેનું નિર્માણ કરવા માટે લાકડું ખાસ મહારાષ્ટ્રના જંગલો માંથી લાવવામાં આવ્યું હતું. છે. આ દરવાજા બનાવવાનું કામ જે મેન્યુફેક્ચરિંગ યુનિટને સોંપવામાં આવ્યું છે તે હૈદરાબાદનું છે જ્યારે દરવાજા ડિઝાઇન કરનારા કારીગરો કન્યાકુમારીના છે. આ રીતે એક જ કાર્યમાં ત્રણ પ્રાંતની ભાગીદારી છે. મંદિરના માળ મકરાણા પથ્થરોથી બનેલા છે જ્યારે તેમાં વપરાયેલ ગ્રેનાઈટ તેલંગાણા અને કર્ણાટકના છે. તેમણે જણાવ્યું હતું કે મંદિરના નિર્માણનો કોન્ટ્રાક્ટ L&T કંપનીને આપવામાં આવ્યો છે. ટાટાના એન્જિનિયરોને પણ ક્રોસચેક માટે તહેનાત કરવામાં આવ્યા છે.

બાંધકામની સાથે સાથે તેના મુખ્ય આર્કિટેક્ટ તરીકે ગુજરાતના ચંદ્રકાંત સોમપુરા નામના વ્યક્તિની નિમણૂક કરવામાં આવી છે. મંદિરના નિર્માણ કાર્યમાં કામ કરતા 300 થી વધુ કારીગરોને તેમની કાર્યક્ષમતાના આધારે વિવિધ પ્રાંતોમાંથી પણ પસંદ કરવામાં આવ્યા છે.


આ ઉપરાંત મંદિરની દેખરેખ માટે ચંપત રાય પોતે ધ્યાન રાખી રાખી રહ્યા છે તેમજ અયોધ્યા રાજવી પરિવાર સાથે જોડાયેલા ડૉ. અનિલ મિશ્રા, બિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રા અને મહંત દિનેન્દ્ર દાસ આ તમામ લોકો યુપીના છે, ત્રીજા વ્યક્તિ ગોપાલ રાવ કે જે દક્ષિણના છે. જ્યારે ટ્રસ્ટી કામેશ્વર ચૌપાલ બિહારના છે.

બે પ્રાંતના શિલ્પકારો રામલલાની મૂર્તિ બનાવવામાં નિષ્ણાત છે.

રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે રામલલાની 51 ઇંચની દિવ્ય અને મુખ્ય પ્રતિમાના નિર્માણમાં ત્રણ નિષ્ણાત શિલ્પકારો બનાવી રહ્યા છે. જેમાં કર્ણાટકના ગણેશ ભટ્ટ અને અરુણ યોગીરાજે કાળા પથ્થરમાંથી રામલલાની પ્રતિમા બનાવી છે. રાજસ્થાનના જયપુરના સત્યનારાયણ પાંડેએ આરસના પથ્થરમાંથી રામલલાની દિવ્ય પ્રતિમા કોતરી છે.

22 જાન્યુઆરીએ તમામ વૈદિક વિધિઓ કરાવવાની જવાબદારી બે વિદ્વાન આચાર્યો, પંડિત લક્ષ્મીકાંત દીક્ષિત અને ગણેશ્વર શાસ્ત્રી દ્રવીને આપવામાં આવી છે. ગણેશ્વર શાસ્ત્રી કે જે કાશીમાં રહે છે મૂળ દક્ષિણના છે. રામ મંદિરના ટ્રસ્ટી ડૉ. અનિલ મિશ્રાના જણાવ્યા પ્રમાણે દરવાજા પર સોનાનો વરખ અને ફેબ્રિકેશનનું કામ દિલ્હી, હરિયાણા અને પંજાબના કારીગરો અને એજન્સીઓ દ્વારા કરવામાં આવ્યું છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત