નેશનલ

મોદીની યૂટયૂબ ચેનલના સબ્સ્ક્રાઈબર સૌથી વધુ

નવી દિલ્હી: વિશ્ર્વના નેતાઓની સરખામણીમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યૂટયૂબ ચેનલના સબ્સ્ક્રાઈબર સૌથી વધુ છે. વડા પ્રધાન મોદીના સબ્સ્ક્રાઈબરની સંખ્યા મંગળવારે બે કરોડ થઈ હતી. બ્રાઝિલના ભૂતપૂર્વ પ્રમુખ બોલ્સોનારો બીજા ક્રમે છે જેમના સબ્સ્ક્રાઈબર લગભગ ૬૪ લાખ છે. અમેરિકાના પ્રમુખ જો બાઈડનનો યૂટયૂબ ચેનલના ૭.૮૯ લાખ અને તુર્કિયેના પ્રમુખ એર્ડોગનનના ૩.૧૬ લાખ સબ્સ્ક્રાઈબર છે. કૉંગ્રેસના નેતા રાહુલ
ગાંધીની ચેનલના ૩૫ લાખથી વધુ સબ્સ્ક્રાઈબર છે.

મોદીની ચેનલ પરના વીડિયોના વ્યૂઝ ૪.૫ અબજથી વધુ છે જે વિશ્ર્વના નેતાઓમાં સૌથી વધુ છે. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીની ચેનલ પરના વીડિયોના વ્યૂઝ ૨૨.૪ કરોડ છે.

મોદીની એક અન્ય ચેનલ ‘યોગ વિથ મોદી’ના ૭૩,૦૦૦થી વધુ સબ્સ્ક્રાઈબર છે. વર્ષ ૨૦૦૭માં મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે મોદીએ પોતાની યૂટયૂબ ચેનલ શરૂ કરી હતી. સોશિયલ મીડિયાનો વ્યાપ સમજવામાં ભારતીય રાજકારણીઓમાં મોદી ખૂબ વહેલા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ સેલિબ્રિટીએ કર્યા છે અરેન્જ્ડ મેરેજ આજથી શરૂ થયેલો September, આ રાશિના જાતકોનું વધશે Bank Balance… ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી