આમચી મુંબઈ

નવી મુંબઈ એરપોર્ટનું નિર્માણ કાર્ય ૬૦ ટકા પૂર્ણ

નવી મુંબઈ: શહેરમાં બની રહેલા એરપોર્ટ સંબંધે સૂત્રોનું કહેવું છે કે તેનું ૬૦ ટકાથી વધુ બાંધકામ પૂર્ણ થઈ ગયું છે અને ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં આ એરપોર્ટ કોમર્શિયલ પ્રવૃત્તિઓ માટે સંપૂર્ણપણે તૈયાર થઈ જશે. આ ગ્રીન ફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ કાર્ય ખૂબ જ ઝડપી ગતિએ થઈ રહ્યું છે.

ઇંધણ માટે પાઇપલાઇન નાખવામાં આવી રહી છે.

૩,૭૦૦ મી. લંબાઈ આશરે ૨,૮૦૦ મીટર લાંબી રન-વેની પટ્ટી પૂર્ણ થઈ ગઈ છે અને જાન્યુઆરીના અંત સુધીમાં ટેકરીને સમતળ કર્યા પછી બાકીનો ભાગ પૂર્ણ કરવામાં આવશે. ટર્મિનલ, એટીસી ટાવર અને સહાયક ઈમારતોનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. સત્તાવાર સૂત્રોનું કહેવું છે કે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટથી એરપોર્ટ સુધી સામાન્ય ઉપયોગની ભૂગર્ભ ઈંધણ પાઈપલાઈન નાખશે. એરપોર્ટ ઓપરેટર દ્વારા ટર્મિનલની અંદર ઇંધણની સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. બેગેજ હેડલિંગ, એકસ રે મશીન, વિમાન બચાવ અને અગ્નિશમન વાહનો તેમજ સામાન સંચાલનના કરારો થઇ ચૂકયા છે. આગલા વર્ષ સુધીમાં સંપૂર્ણપણે તૈયાર થઈ જાય એ માટે ઝડપી ગતિએ કાર્ય થઇ રહ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે