ઈન્ટરવલ

સપ્તરંગી કલકલિયો KING FISHER માછલી પકડવાનો બેતાજ બાદશાહ છે

તસવીરની આરપાર -ભાટી એન.

“વન્ય સૃષ્ટિની દિલચસ્પ વાતો એટલે તેના ટહુકામાં ભાવાભિવ્યક્તિનું નિર્દેશન નિહાળવા મળે છે…! પક્ષીનો હર્ષધ્વનિ તેનો અવાજ તેની આગવી પહેચાન હોય છે!? તેમાંય પક્ષીઓની દુનિયા નિરાળી નખરાળી છે..!!? એક જ પક્ષી હોય પણ તેના રંગરૂપને માપ સાઈઝ નાની-મોટી હોય છે.!!!? ‘જી’. હા. તેમાં રાજાધિરાજ જેવો રંગે રૂપે જોબનવંતી જાતિ નખરાળી અદા સપ્તરંગી તમામને નિરખવો ગમે ને જેનું નામ છે KING કેતા રાજા FISHER એટલે આપણે ગુજરાતી ભાષામાં ‘કલકલિયો’ કહીએ છીએ તેમાં કાબરો કલકકિયો (LESSER PID KING FISHER) કાબરો કાળાને ધોળા રંગવાળો અને ‘કિંગફિશર’ એટલે માછીમારનો રાજા ખરેખર આ બિરુદ સો ટકા સાચું જ આપેલ છે..! તે ઝાડની ડાળી પર કે તાર પર બેઠો હોય ને નીચે તળાવ, નદી કે કોઈપણ પાણીની અંદર માછલીને ચબરાક નઝરે જોવે ને બાજની ઝડપે સીધી છલાંગ મારી પાણીમાં સિધ્ધો નીચે જઈ તેની લાલચટક લાંબી ચાંચમાં માછલીને પકડીને જલાવે તેવીની બાજ નઝર એટલે જ ‘કિંગફિસર’ કહેવાય છે.

કાબરો કલકલિયો ચાંચથી પૂંછડી સુધી ૧૨ ઈંચ (૩૦ સે.મી.) એટલે એક ફૂટનો થાય પણ આપણને તો એ કાબર જેવડો જ લાગે છે…! કારણ કે તેની લાંબી ચાંચ જ અઢી-ત્રણ ઈંચની ચાંચ જ હોય છે. બાકી નવ ઈંચની જ થઈ માથે કાળો રંગ ને કલજી પણ છે. એમાં સફેદ રેખાઓ પણ છે. આંખ ઉપર સફેદ ભ્રમર છે. આંખ સોંસરવી કાળી રેખા છે. પીઠને પાંખો કાળા ધોળા રંગના મિશ્રણવાળી છે. પૂંછડી પણ એવી જ છે. નીચેના ભાગે રૂપેરી સફેદ તેમાં છાતી પર બે કાળા પટા છે. ઉપલો પટ્ટો વધુ પહોળો છે ને ગળાની બાજુ પર કાળા ટપકાં છે.

સફેદ છાતીવાળો કલકલિયો (WHITE BREASTED KING FISHER) કદ એક ફૂટનું કાબર જેવડો પણ ચાંચ લાંબી માથું કોકને પેટને પડખા ઘેરા બજરિયા રંગનાં મખમલ જેવાં પાંખોને પૂંછડી વાદળી દાઢી ગળુંને છાતી ઉપર સફેદ ધાબું. આથી સફેદ છાતીવાળો કલકલિયો કહેવાય. ચાંચ લાંબી લાલને મજબૂત, ઝાડની ટોચે ય બેસેને ત્યાંથી ઊડે ત્યારે ‘કીલીલીલી’… કીલીલીલી… એવો બુલંદ લાંબી સિસોટીથી ગામ ગજવે. ખોરાક એનો માછલી, દેડકાં, ગરોળી, કાચીડા, તીડ ને જીવાત. માળાની ઋતુ માર્ચથી ઑગસ્ટ વિશેષ ચોમાસું.

લગોઠી-નાનો કલકલિયો (COMMON KING FISHER) આ સુંદર પંખી છે. એ બેઠી દડીનો ને સડસડાટ ઉડતો હોવાથી એનું નામ ‘લગોડી’ પણ પડ્યું લાગે છે. એ યુરોપમાં પણ થાય છે. સાત ઈંચનો હોવાથી નાનો લાગે છે…! રંગ નર-માદા સરખાં. કપાળ, માથું ,ગરદન, પીઠ ને પાંખો મજાના. ઘેરા વાદળી રંગના પણ પાંખોમાં લીલા રંગની અસર ખરી. નીચેથી ગળા નીચે છાતી પેટને પેઢું. બધું જ નારંગી લાલ રંગનું. ચાંચના મૂળથી જ મૂછના દોરા જેવો વાદળી પટો. પાણી કાંઠાની ભેખડોમાં કાંઠાની ઊભી દીવાલમાં ઊંડું દર કરી તેમાં સફેદ રંગના ઇંડાં મૂકે છે.

આવા રંગબેરંગી ને શ્ર્વેત શ્યામ કલકલિયોKING FISHER જોવા જંગલમાં કે નદી-તળાવ કાંઠે જોવા મળશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button